ગાંધીનગર- ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ ગીર સાવજની ડણક ઘટી રહી છે. વિધાનસભામાં અપાયેલી માહિતી પ્રમાણે છેલ્લા બે વર્ષમાં કુલ 184 સિંહોના મોત થયાં છે. કોંગ્રેસના ધારાસભ્યે પૂછેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે 31 ડીસેમ્બર 17ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં કુલ 184 સિંહોના મોત થયાં છે.જેમાં વર્ષ 2016માં 104 અને 2017માં 80 સિંહો મોતને ભેટ્યા છે. આ પૈકી 39 સિંહ, 74 સિંહણ અને 71 સિંહબાળના મોતનો સમાવેશ થાય છે
જે 184 સિંહો મોતને ભેટ્યાં એમાં 152 સિંહોના કુદરતી મોત થયાં હોવાનું જણાવાયું હતું જ્યારે 32 સિંહોના મોત અકુદરતી હોવાનું જણાવાયું હતું.
મોતને ભેટનાર 152 સિંહોના કુદરતી મોત પૈકી 2016માં 92 અને 2017માં 60 સિંહનો સમાવેશ થાય છે
જ્યારે અકુદરતી મોતમાં 2016માં 12 અને 2017માં 20 સિંહની સંખ્યા સામે આવી છે.