GPSC વિવિધ 70 પદ માટે ભરતી કરશે, જાણો તમામ વિગતો

અમદાવાદ: રાજ્યમાં GPSC એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ 70 પદ પર ભરતી જાહેરાત કરી છે. સૂત્રો પ્રમાણે આવતી કાલ એટલે કે 18 સપ્ટેમ્બરથી આ ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ઇચ્છુક અને લાયક ઉમેદવારો 3 ઑક્ટોબર સુધી ઓનલાઇન અરજી કરી શકશે.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર ક્લાસ-2  આસિસ્ટન્ટ ઈજનેરની (મિકેનિકલ) 34 ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે . આ ઉપરાંત  ક્લાસ-2 (GWRDC) ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયરની (સિવિલ) 6, ક્લાસ-1 (GMC) એડિશનલ સીટી એન્જિનિયરની(સિવિલ) 1, ક્લાસ-2 (GMC) આસિસ્ટન્ટ એન્જિનિયરની (મિકેનિકલ) 6, આસિસ્ટન્ટ પ્રોફેસર – પ્રોસ્થોડોન્ટીક્સ ઍન્ડ ક્રાઉન ઍન્ડ બ્રિજની 4, આસિસ્ટન્ટ પ્રોફેસર- કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી ઍન્ડ એન્ડોડોન્ટીક્સની 4, આસિસ્ટન્ટ પ્રોફેસર- ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરીની 6, આસિસ્ટન્ટ પ્રોફેસર- ઓર્થોડોન્ટીક્સ ઍન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીકની 5, આસિસ્ટન્ટ પ્રોફેસર- પેરીયોડોન્ટોલૉજીની 2, આસિસ્ટન્ટ પ્રોફેસર- ઓરલ પેથોલોજી ઍન્ડ માઇક્રોબાયોલૉજીની 1 અને આસિસ્ટન્ટ પ્રોફેસર- પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રીની 1 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

ઉપરોક્ત દર્શાવેલ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત પોસ્ટ આધારિત અલગ-અલગ રહેશે. તેમજ ભરતી પણ ગુજરાત જળસંપતિ વિકાસ નિગમ, ગાંધીનગર મહાનગર પાલિકા, સરકારી ડેન્ટલ કૉલેજોમાં થશે. આસિસ્ટન્ટ એન્જિનિયર, ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયર પદ માટે બીઈ-ટેક્ (મિકેનિકલ) કરેલું હોવું જોઈએ. જ્યારે ડેન્ટલ કૉલેજમાં ભરતી માટે એમડીએસ, DNBની ડિગ્રી હોવી જરૂરી છે. જીપીએસસીના 70 પદ માટે પસંદગી પ્રક્રિયા ત્રણ કેટેગરીમાં થશે. જેમાં પ્રથમ પ્રિલિમનરી પરીક્ષા જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2025માં યોજાશે, ત્યારબાદ તેમાં પાસ થયેલા લોકોની મેઇન પરીક્ષા એપ્રિલ-મે, 2025માં યોજાશે. અંતે જૂન-જુલાઈ, 2025માં ઇન્ટરવ્યુ લેવામાં આવશે. વધુ જાણીકારી નીચેની લીકમાં આપેલી છે.

https://ojas.gujarat.gov.in/AdvtDetailFiles/1487469_NA-13-09-2024.pdf