ગાંધીનગર: આજે સવારથી સરકારી નોકરને લઈ એક સમાચાર વહેતા થાય છે. જે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી નોકરી માટે એક મહત્વનો નિર્ણય કર્યા હોવાની વાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીને તેના સ્થાને કાયમી નોકરી આપવાની પ્રથા શરૂ કરવા માટે પહેલ કરી છે. વર્ગ 3 અને વર્ગ 4માં અત્યાર સુધી કોન્ટ્રાક્ટ પધ્ધતિથી સરકારી અને અર્ધ સરકારી કચેરીમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવતી હતી. હવેથી આ પ્રકારની ભરતી બંધ કરવા માટે મુખ્ય સચિવ રાજકુમારને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આદેશ કર્યો હોવાના સમાચાર વહેતા થયા છે.
સરકારી નોકરી પર કરેલા નિર્ણયના સમચારને લઈ સંયુક્ત સચિવ દ્વારા એક સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમણે એક પરિપત્ર જાહેર કરી સરકારી નોકીરીના કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂત થવાની અફવા પર પૂર્ણ વિરામ લગાવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે. કે આજ રોજ કેટલાક સમાચાર માધ્યમોમાં તથા સોશિયલ મીડિયામાં સરકારી દ્વારા વર્ગ-૩ અને વર્ગ-૪ સહિત કોન્ટ્રાક્ટથી થતી ભરતીઓના સ્થાને કાયમી ભરતી કરવાના તથા સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરવા અંગે નિર્ણય લેવાયો હોવા બાબતના સમાચાર પ્રસિદ્ધ થયેલ છે, જે સંપૂર્ણ વેગળા છે. સરકાર દ્વારા આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી કે આ અંગે કોઈ સૂચના આપવામાં આવેલ નથી. આ અંગેની સરકારની હાલની નીતિ યથાવત છે.