GNFCના વિદેશ જતાં કેમિકલ ટેન્કરમાંથી ચોરી, 2.33 કરોડનું કેમિકલ ચોરાયું

ભરુચ- ભરુચ સ્થિત જીએનએફસીમાંથી વિદેશ મોકલવામાં આવતાં કેમિકલની મોટાપાયે ચોરી થઇ હોવાનું બહાર આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

ભરુચના જીએનએફસીના દહેજ પ્લાન્ટમાંથી હજીરા પોર્ટ જતાં 8 કન્ટેઇનરોમાંથી કેમિકલની ચોરી કરવામાં આવી રહી હતી. કુલ 2.33 કરોડની કીમતના કેમિકલની ચોરી કરવામાં આવી હતી. ચોરી થયેલ કેમિકલ કુલ 92 મેટ્રિક ટન જેટલું હતું.

આ સંદર્ભે ભરુચ પોલિસ કાર્યવાહી કરતાં મુંબઇથી પાંચ આરોપીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.