સેંકડો કંપનીઓને અસર કરતો ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો

અમદાવાદ- કંપની ધારામાં ડિરેક્ટર્સની બરતરફી મામલે થયેલા સુધારાને પડકારતી અરજીઓને લઈને આજે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે આજે તેમના ચૂકાદામાં ઘણી બધી ખાનગી કંપનીઓના ડિરેક્ટર્સને બરતરફ કરવાના રજિસ્ટ્રાર ઓફ કંપનીઝના નિર્ણયને રદ કર્યો છે.

હાઈકોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું છે કે, કાયદામાં આવેલા સુધારાને પાછલી અસરથી લાગુ ન પાડી શકાય. ઉલ્લેખનીય છે કે, અગાઉ સેંકડો ખાનગી કંપનીઓના ડિરેક્ટર્સને સાંભળવાની તક આપ્યા વિના તેમને બરતરફ કરવાનો રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે નિર્ણય લીધો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]