અમદાવાદ: સમગ્ર દેશ આજે ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇની જન્મજયંતિ મનાવી રહયો છે અને અનેક અગ્રણીઓએ એમને સોશ્યલ મિડીયા પર શ્રધ્ધાંજલિ પાઠવી યાદ કર્યા છે. મોરારજીભાઈ દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી 1896ના રોજ વલસાડ જિલ્લાના ભદેલી ગામે થયો હતો. એમનો જન્મદિવસ 29 ફેબ્રુઆરીના રોજ છે એટલે દર ચાર વર્ષે એકવાર આવે છે.
આ 29 ફેબ્રુઆરી 2020ના દિવસે એમની 124મી જન્મજયંતી છે. મોરારજીભાઈએ 1995માં 100માં વરસમાં પ્રવેશ કર્યો ત્યારે ‘ચિત્રલેખા’ ના વરિષ્ઠ પત્રકાર દેવાંશુ દેસાઈએ એમનો ઈન્ટવ્યુ કર્યો હતો. આ ઈન્ટરવ્યુ એ એમની જિંદગીનો છેલ્લો ઈન્ટરવ્યુ હતો.
બાહોશ, નીડર અને સત્યવક્તા વડાપ્રધાન તરીકે ઈતિહાસમાં અમર થઈ ગયેલા મોરારજીભાઈનું 10 એપ્રિલ 1995ના દિને અવસાન થયું હતું. દેશ હિત એમના માટે સર્વોપરી હતું. દેવાંશુ દેસાઈને આપેલા ઈન્ટરવ્યુમાં એમણે કહ્યું હતુ કે, જાતિવાદ-જ્ઞાતિવાદે તો આપણા દેશનું સત્યાનાશ કાઢી નાખ્યું છે. હું એમાં માનતો નથી. હું સર્વપ્રથમ ભારતીય છું.
ભારતના ખરા અર્થમાં આ બાહોશ વડાપ્રધાને એમની જિંદગીના છેલ્લા ઈન્ટરવ્યુમાં શું કહ્યું હતું. સાંભળો, દેવાંશુ દેસાઈની આ વિડિયો સ્ટોરીમાં…https://youtu.be/a5LUSqjdDA4
