ભૂતપૂર્વ CM શંકરસિંહ વાઘેલાની ભાજપમાં ઘરવાપસીની શક્યતા

અમદાવાદઃ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા ગઈ કાલે એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીતી મળ્યા હતા. બંને જૂના મિત્ર છે અને આ મુલાકાતમાં તેમણે જૂની યાદો તાજી કરી હતી. વાઘેલાએ મોદીને તેમની માતાજી સાથે ગોલ્ડ ફ્રેમવાળો ફોટો ભેટ કર્યો હતો. જોકે તેમની વચ્ચે રાજકીય ચર્ચાની વાત સામે નથી, આવી પણ વાઘેલાની ઘરવાપસી કરે તો કોઈ આશ્ચર્ય નહીં થાય.

વડા પ્રધાન મોદી ગુજરાતની બે દિવસની યાત્રા માટે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. વાઘેલાએ પુત્ર મહેન્દ્ર સિંહની સાથે એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમની સાથે મોદીની સાતે આશરે 50 મિનિટ સુધી ચર્ચા કરી હતી. આ મુલાકાતના કેટલાય રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. રાજકીય જાણકારો જણાવે છે કે વાઘેલા માટે આવું કરવું કોઈ નવી વાત નથી.

જોકે વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ ગઈ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને ચૂંટણી હારી ગયા હતા. વાઘેલાએ જણાવ્યું હતું કે જૂના મિત્રથી મળ્યા તો જૂની વાતો તાજી થઈ ગઈ હતી. તેમણે મોદીને પૌત્રના લગ્નમાં આવવાનું ઇજન પણ આપ્યું હતું.

ગઈ વિધાનસભાની ચૂંટણી પહેલાં વાઘેલા કોંગ્રેસમાં સામેલ થવા ઇચ્છતા હતા, પણ કોંગ્રેસના ટોચના નેતાઓ એ માટે રાજી નહોતા. વાઘેલા રાજકારણમાંથી નિવૃત્ત થવા માટે પણ તૈયાર નથી, જેથી એવું લાગી રહ્યું છે કે વિવિધ પક્ષોમાં ત્રણ દાયકા વિતાવ્યા પછી તેઓ ભાજપમાં પરત ફરી શકે છે.