ગાંધીનગર- રાજ્યની 14મી વિધાનસભાની 14 સમિતિઓની રચના વિધાનસભા અધ્યક્ષ રાજન્દ્ર ત્રિવેદીએ જાહેર કરી છે. આ સમિતિઓ સમાવેશ કરાયેલા સભ્યોની યાદી આ પ્રમાણે છે.જે 14 સમિતિની રચના થઇ છે, તેમાં નિયમો માટેની સમિતિમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ગ્રંથાલય સમિતિમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી, બિનસરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિમાં યોગેશ પટેલ, ગૌણ વિધાન સમિતિમાં પૂર્ણેશ મોદી, સરકારે આપેલી ખાતરી સમિતિમાં વલ્લભભાઇ કાકડીયા, અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિમાં મોહનભાઇ ઢોડીયા, સભાગૃહની બેઠકોમાંથી સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિમાં મહેશકુમાર રાવલ, સદસ્ય નિવાસ સમિતિમાં હર્ષ સંઘવીની પ્રમુખ તરીકે નિમણૂક કરાઇ છે.
એજ રીતે, સભાગૃહના મેજ ઉપર મૂકાયેલા કાગળો માટેની સમિતિમાં મુકેશભાઇ પટેલ, અરજી સમિતિમાં અર્જૂનસિંહ ચૌહાણ, વિશેષાધિકાર સમિતિમાં રાકેશભાઇ શાહ, સભ્યોના ભથ્થાં અંગેના નિયમો માટેની સમિતિમાં જિતેન્દ્ર સુખડિયા, અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટેની સમિતિમાં પ્રદીપ પરમાર અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિમાં શંભુજી ઠાકોરની પ્રમુખ તરીકે નિમણૂક કરાઇ છે.
14 સમિતિના દરેક સભ્યોના નામની યાદી વાંચવા નીચેની લિન્ક ક્લિક કરોઃ
https://chitralekha.com/gujassembly.pdf