સૂરત– રામ રાખે તેને કોણ ચાખે એમ અમથું નથી કહેવાતું. આનો અનુભવ સૂરતની નવી સિવિલ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં જોવા મળ્યો હતો. પીઆઇયુ વિભાગની ફોલ્સ સીલિંગ ગત રાત્રે તૂટી પડી હતી.
આખું સીલિંગ તૂટીને નીચે પડતાં 35 બાળકોના વાલીઓ અને સ્ટાફના જીવ અદ્ધર થઇ ગયાં પણ સદભાગ્યે તૂટી પડેલું સીલિંગ બેડની આજુબાજુના પાર્ટિશન પર પડતાં તમામ બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો.
પોસ્ટ નેટલવિભાગમાં બનેલી આ ઘટનાથી ભારે હોબાળો મચ્યો હતો. જર્જરિક બાળકોના વિભાગની છત પડી જાય ત્યાં સુધી તંત્ર બેદરકાર રહે તેને લઇને સવાલો ઉઠ્યાં હતાં. સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઇલેક્ટ્રિક વિભાગની વિવાદાસ્પદ સ્થિતિ બાદ બાળકોના વોર્ડમાં સીલિંગ તૂટવાની ઘટનાને લઇને હોસ્પિટલના પ્રશાશનની કામગીરી સામે ભારે રોષ વ્યાપ્યો છે.