ગાંધીનગર- રાજ્યની સરકારી અને બિન સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પ્રવાસી શિક્ષકોની યોજના અંતર્ગત ચાલુ વર્ષ-૨૦૧૮-૧૯ માટે રાજ્ય સરકારે રૂ.૯૦ કરોડની જોગવાઇ કરી હોવાનું શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે.પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે સરકારી અને અનુદાનિત શાળાઓમાં મંજૂર શિક્ષકોની જગ્યાઓ સામે ખાલી જગ્યાઓ નિયમિત રીતે ભરાય ત્યાં સુધી અથવા શિક્ષક કે શિક્ષિકા લાંબી રજાઓ પર જાય ત્યારે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અટકે નહીં તે હેતુસર વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં વૈકલ્પિક અને વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે તાસદીઠ માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવવાની યોજના ડિસેમ્બર-૨૦૧૫થી શિક્ષણ વિભાગે અમલમાં મૂકી છે. આ મુદત તા.૨૧/૧૨/૨૦૧૭ના રોજ પૂર્ણ થતાં આ યોજનાની ઉપયોગfતા જોતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં લઇને આ મુદત તા.૩૧, માર્ચ-૨૦૧૯ સુધી લંબાવાઇ છે.