અમદાવાદ 22 નવેમ્બર 2022: ‘અભિવ્યક્તિ’ એવો પ્રયાસ કરવા માંગે છે કે મુલાકાતીઓ માત્ર આનંદિત થઈને જ ન જાય પરંતુ વિચારવા માટેનું ભાથું પણ સાથે લઈ જાય. સમાજ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, તેવી સમસ્યાઓ અને તે કેવી રીતે આપણી રોજીંદી લાઈફને અસર કરી રહી છે તેનું એક દ્રશ્ય વિઝ્યુયલ આર્ટના વિવિધ આર્ટ ફોર્મ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે.
જાણીતા આર્ટીસ્ટ આર માગ્નેશ સ્થાનાંતર અને ભાવનાઓની પેલે પારના અનુભવો અને કલ્પનામાંથી પ્રેરણા મેળવે છે, તેનો અર્થ છે કે હંમેશાં કઈંક પરિવર્તન એકથી બીજી સ્થિતિમાં થતું રહે છે. અભિવ્યક્તિમાં તેમણે રજૂ કરેલ આર્ટવર્ક કે જે ઇકોલોજી પર આધારિત છે તે આનો પુરાવો છે. આપણી હયાતીની નાજુકતા અને નાશવંતતા તે પોતાના આર્ટવર્કમાં રજૂ કરે છે. આપણાં જીવનની આંટીઘૂટી અને જટીલ રચનામાં જીવન ક્યારે સંકોચન, વિસ્તરણ અનુભવે છે અને તેની સાથે આપણે આગળ વધતાં રહીએ છીએ. શાંત અને નિર્ભેળ લેન્ડસ્કેપ આપણાં વર્તન, આપણી ભાવનાઓ અને આપણી યાદોને, સ્મૃતિઓને પ્રભાવિત કરી શકવાની ક્ષમતા ધરાવે છે અને એક યોગ્ય જગ્યા આપણને વિચારોની જ્યોતને ઝગમગાવી શકે. સાથે જ તે આપણી અંદર રહેલા અજ્ઞાત ડર અને અનિયંત્રિતતાને પણ બળ પૂરું પાડી શકે જે એ વાતની પ્રતીતિ કરાવે છે કે આપણે હજુ પણ કુદરત અને નેચરની દયા પર અવલંબીએ છીએ.
આર્ટીસ્ટ, પ્રયાસ અભિનવ દ્વારા ટેક્સ્ટ અને આર્ટીસ્ટિક અનુભવ ક્રીએટ કરવામાં આવેલ, તેઓ વિદ્યાર્થીઓને પણ નવા આઈડીયા ડેવલપ અને રિસર્ચ કરવામાં મદદ કરે છે. તેમના દ્વારા રજૂ થયેલા આર્ટ પ્રસ્તુતિ થ્રી ક્વાર્ટર એ તેમની નવીન પહેલની એક નવી બોર્ડ ગેમ વેન્ચર છે. ફેસ્ટિવલના સ્કોપના ભાગ રૂપે પ્રયાસે સામાજીક-રાજકીય ચિંતા અને સમસ્યાઓને આવરી લીધી છે અને પોતાના આર્ટવર્ક વડે તેઓ એ ઓડીયન્સને તેના ઇકોલોજીકલ ફૂટ પ્રિન્ટ આપણે ક્યાં જોડાયેલા છીએ તેની આત્મમંથન કરવા પ્રેરી હતી.
રાકા પંડાની આર્ટ પ્રસ્તુતિ (અનટાઇટલ) તેના ઇન્સ્પિરેશન અને સોસાયટી કે જેમાં તે ઉછરી છે તેનો ચિતાર રજૂ કરે છે. તેણીનો વિચાર એ આર્ટીસ્ટના સ્ટુડિયોની રજૂઆત કરવાનો છે જ્યાં તેનું વર્ક પ્રદર્શિત થાય છે. તેઓનું વર્ક પ્રાદેશિક લોકો અને તેમના વિવિધ પાસા અને નેચર પર આધારિત હોય છે તે લોકોની સંસ્કૃતિ તેમની જીવનચર્યા અને કેટલીકવાર તેમાં પ્રવર્તમાન સામાજીક-રાજકીય સમસ્યાઓ અને જીવનમાં રોજ બરોજ અસ્તિત્વ ટકાવા મથતા વર્ગની સમસ્યાઓ પર કેન્દ્રિત રહે છે. તેમની આર્ટના ભાગરૂપે તેમણે ઓડીયન્સ સાથે તેમના વર્કની આસપાસ સંવાદ સાધવાની સાથે ઓડીયન્સના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.
બલરામ કોલે દ્વારા પ્રદર્શિત ‘શેપિંગ પિચર પોટ’ એ દેશના વિવિધ ભાગોમાં પ્રવર્તમાન પાણીની સમસ્યા વિશે ખૂબ જ મજબૂત સંદેશ પૂરો પાડે છે. તેમણે સમાજીક રાજકીય સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કર્યો છે તેમણે બે વિરોધાભાસી બાબતો એક તરફ પૂરની સ્થિતિ અને બીજી તરફ પ્રવર્તતી દુષ્કાળની સ્થિતીનો ચિતાર રજૂ કર્યો હતો. કોલે એક પ્રશિક્ષિત શિલ્પકાર છે પરંતુ તેઓ ભૌતિક રીતે શિલ્પકામ કરવાના સ્થાને વિચારોના શિલ્પોની કળાકૃતિનું કામ કરી રહ્યા છે. આ શિલ્પાકૃતિમાં કાલ્પનીક રીતે કેવી રીતે પાણીનો સંગ્રહ કરવા માટે ના કન્ટેનરને જેવી રીતે એક કોષી સજીવ પોતાની જાતે બે ભાગમાં વિભાજીત થાય છે તે જ રીતે પાણીના કન્ટેઇનરને વિભાજિત કરી તેનો ઉકેલ લાવી શકાય તેની રજુઆત તેમાં કરવામાં આવી છે.
રશેષ ચૌહાણ દ્વારા રજૂ કરાયેલ તેમની કૃતિ (અનટાઈટલ) એ કાલ્પનિક અને વાસ્તવિક રીતે તદ્દન ભિન્ન બાબતોને એક સાથે જોડવાનો પ્રયાસ છે જે તદ્દન ભિન્ન હોવા છતાં આપણાં મન મસ્તિસ્કમાં સમાન અસર આપી જાય છે. તેમનું આ વર્ક ફેસ્ટિવલની એક થીમ સામાજિક અને રાજકીય સમસ્યાઓ અંતર્ગત રજૂ કરવામાં આવી છે. જે બરોડા શહેરની ચેતનાને જાગૃત કરે છે, તેના જૂના ઘર, પુલો અને ત્યાના સ્ટ્રક્ચર અને રંગોથી દોરેલી સિનેમાની જાહેરાતો બરોડા શહેરનો અહેસાસ જન્માવે છે. શહેરના ક્વાર્ટરમાં જન્મેલા અને ઉછરેલા હોવવાના કારણે આ ભાગ આર્ટીસ્ટને હંમેશા આકર્ષક અને રસપ્રદ લાગ્યો છે. અહીં ક્યાંક કટાયેલા મેટલના ટુકડા, ઘસાયેલા ટુકડા અને જૂના મેટલ બોક્સ જોવા મળી શકે છે જેના પર તેમની બ્રાન્ડના નામને તમે જોઈ શકો છો. ત્યાં રાખેલા અવગણાયેલા અને ઊખડેલા કલર સાથેના વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા અને કાટ ખવાઈ ગયેલા બોક્સ છોડી દેવાયેલ અથવા ભૂલી જવાયેલ જગ્યાની યાદો તાજી કરાવે છે બરાબર એ જ રીતે જેમ વડોદરાના સૌથી જૂના ભાગોને ભૂલી જવાયા છે!
અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ પ્રોજેક્ટ એ ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવારના UNM ફાઉન્ડેશનનો ઉપક્રમ છે. અને આર્ટને અમદાવાદના સામાજિક તાણવાણામાં પરોવવાની કલ્પના ધરાવે છે જે ફ્રી એન્ટ્રી સાથે સ્થળની અને ફીઝીકલ કે ઇંડીવીઝ્યુયલ થ્રેશહોલ્ડ અને સામાજિક કે આર્થિક મર્યાદાઓ વગર કળા સુધી સહુની પહોંચને શક્ય બનાવવાની કલ્પના ધરાવે છે.
અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, ઈન્સ્ટોલેશન અને થિએટર સાથે અનેકવિધ કલા સ્વરૂપો શામેલ છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ્ય અમદાવાદના શહેરીજનો સુધી આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની આર્ટ અને કળા લાવવાનો છે અને તે પણ શહેરીજનોના કોઈપણ ખર્ચ વિના!
અભિવ્યક્તિની આ ચોથી એડીશન 27 નવેમ્બર 2022 સુધી ચાલશે. કલા રસિકો ઇવેંટના સ્કેડ્યુલ માટે www.abhivyaktiart.org પર લૉગઇન કરી શકે છે. પ્રવેશ નિ:શુલ્ક છે.