ચૂંટણી પંચનું મતદાન ફરજિયાત બનાવવાનું પગલું આક્રમકઃ યેચુરી

અમદાવાદઃ રાજ્યની 15મી વિધાનસભાની ચૂંટણી થવાની છે. પંચ ચૂંટણીની તારીખો આગામી સપ્તાહે જાહેર કરે એવી વકી છે, પણ પંચના એક નિર્ણયથી વિવાદ ઊભો થયો છે. પંચે મતદાનની ટકાવારી વધારવા માટે રાજ્યની 1000થી વધુ કંપનીઓથી 233 MoU કર્યા છે.

એમાં સ્ટાફને મતદાનના દિવસે મતદાન કેન્દ્રએ મોકલવા માટે કહેવામાં આવ્યું છે. પ્રારંભમાં મતદાન વધારવાના ભાગરૂપે આ પગલું જોવામાં આવે છે, પણ માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીએ વાંધો ઉઠાવતાં આ બહુ આશ્ચર્યજનક નિર્ણય ગણાવ્યો છે. પાર્ટીના નેતા સીતારામ યેચુરીએ ગુજરાતની ચૂંટણી કમિશનર દ્વારા મતદાનમાં કર્મચારીઓની ભાગીદારી પર નજર રાખવા રાજ્યની ઓદ્યૌગિક એકમોની સાથે MoUને રદ કરવાની માગ કરવામાં આવી છે. તેમણે આ MoUને મતદાન ફરજિયાત બનાવવાની દિશામાં ઉઠાવવામાં આવેલું આક્રમક પગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે દેશના બંધારણ દ્વારા અનુચ્છેદ-326 હેઠળ મતદાનના અધિકારની ગેરન્ટી આપવામાં આવી છે. તમને એ પણ યાદ અપાવીએ કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ દાખલ કરવા કહ્યું હતું. કેન્દ્રીય કાયદા અને ન્યાયપ્રધાન દ્વારા 2015માં દાખલ કરેલા જવાબમાં કહેવામાં આવ્યું હતું કે જો ફરજિયાત મતદાનની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે તો એનાથી દેશમાં એક બિનલોકતાંત્રિક માહોલ કાયમ થઈ શકે છે.

પંચે 1017 ઓદ્યૌગિક એકમોના કર્મચારીઓ ચૂંટણીમાં ભાગીદારીની નિગરાની કરશે. પંચે જૂનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિભાગો અને સરકારી કંપનીઓને કહ્યું હતું કે જેમના ત્યાં 500થી વધુ કર્મચારીઓ છે –એ એક નોડલ અધિકારીની નિયુક્તિ કરે અને એવા લોકો શોધી કાઢે –જેઓ મતદાનના દિવસે રજા લે છે, પણ મતદાન નથી કરતા. પંચે કંપનીઓના HRને મત ના આપતા કર્મચારીઓની યાદી તૈયાર કરવા અને એ યાદી કંપનીના નોટિસ બોર્ડ પર અથવા વેબસાઇટ પર મૂકવા નિર્દેશ કર્યો હતો.