અમદાવાદ: રાજ્યમાં ચકચાર મચાવનાર ખ્યાતિકાંડના કેટલાક આરોપી હજી પણ પોલીસની પકડની બાર છે. ત્યારે બીજી બાજું પણ આરોપીઓને સજા દેવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે હવે ખ્યાતિકાંડ મામલે ગુનો નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો. સંજય પટોળીયાને પોલીસે ઝડપી પાડ્યો છે. ડો. સંજય પટોળીયાએ કરેલી આગોતરા જામીન અરજી મંગળવારે રદ થઈ હતી. ખ્યાતિકાંડ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ સોંપાયા બાદ અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજી પણ પોલીસ પકડથી દૂર છે.
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપી ડો. સંજય પટોળીયાએ પોલીસ ધરપકડથી બચવા માટે ત્રણ કેસોમાં આગોતરા જામીન માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, હું નિર્દોષ છું, મારે આ કેસ સાથે કોઇ જ લેવા દેવા નથી, મને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે, ક્યાંય નાસી કે ભાગી જાઉં તેમ નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી જામીન પર મુક્ત કરવો જોઇએ. જોકે, અરજીની સામે ખાસ સરકારી વકીલ વિજય બારોટે એવી દલીલ કરી હતી કે, આરોપીઓએ પીએમજેએવાય યોજનાનો ખોટી રીતે આર્થિક લાભ લેવા માટે પૂર્વ આયોજીત કાવતરું રચ્યું હતું. ખ્યાતિકાંડના આરોપી ડો. સંજય પટોડીયા જે ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર રાજકોટમાં છુપાયો હતો અને અમદાવાદના ગોતામાં મિત્રને મળવા આવ્યો ત્યારે તેને લોકેશનના આધારે ઝડપી પાડવામાં આવ્યો હોવાનો દાવો કરી રહી છે. ડો. સંજય પટોળીયા સામે ગુનો નોંધાયાના 24 દિવસ બાદ ઝડપાયો છે. જેની સામે LOC નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી.રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવાની તૈયારી હતી અને હવે આરોપી શહેરમાંથી જ ઝડપાય છે. ડો. સંજય પટોળિયાના મંગળવારે આગોતરા જામીન રદ થયાના બીજા દિવસે જ તેની ધરપકડ કરવામાં આવી છે. જેથી અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.