‘ડબલ ટ્રી બાય હિલ્ટન’ હોટલનો અમદાવાદમાં પ્રારંભ

નવી દિલ્હીઃ વૈશ્વિક હોસ્પિટાલિટી ચેઈન હિલ્ટને આજે અમદાવાદમાં તેની ડબલ ટ્રી બાય હિલ્ટન હોટેલના પ્રારંભની જાહેરાત કરી છે. હિલ્ટન ભારતમાં સતત પોતાના પોર્ટફોલિયોમાં વધારો કરી રહ્યું છે.  ભારતના સૌપ્રથમ વૈશ્વિક હેરિટેજ સિટીમાં સરખેજ-ગાંધીનગર હાઈવે પાસે આવેલી આ હોટેલ શહેરનો સુંદર નજારો પૂરો પાડે છે. ડબલટ્રી બાય હિલ્ટન અમદાવાદ, એ હાઈરાઈઝ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડનું એકમ છે જેનું સંચાલન હિલ્ટન દ્વારા કરાય છે.

હિલ્ટન ઈન્ડિયાના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ તથા કન્ટ્રી હેડ નવજિત આહલુવાલિયાના જણાવ્યાં અનુસાર કારોબાર અને વેપાર માટે અમદાવાદ અત્યંત મહત્વનું શહેર છે. અહીં પ્રથમ ડબલટ્રી બાય હિલ્ટનની પ્રથમ હોટેલના પ્રારંભ દ્વારા અમારી હાજરી સ્થાપિત કરીને અમે આનંદની લાગણી અનુભવી રહ્યાં છીએ. નવજિતે વધુમાં જણાવ્યું કે હાઈરાઈઝ હોસ્પિટાલિટી સાથે જોડાણ કરીને અમે ખુશી અનુભવી રહ્યાં છીએ. દેશમાં હિલ્ટનના વૈશ્વિક કક્ષાની બ્રાન્ડ્સના પોર્ટફોલિયોનું વિસ્તરણ થઈ રહ્યું છે ત્યારે અમે અમારા મહેમાનોને અનોખો અનુભવ અને ઉમળકાભરી મહેમાનગતિ પૂરી પાડી તેમને આવકારવા આતુર છીએ.

ડબલટ્રી બાય હિલ્ટન અમદાવાદ વેપારના મુખ્ય કેન્દ્ર સ્થળે આવેલી છે અને ત્યાંથી શહેરના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો, બિઝનેસ ડિસ્ટ્રિક્ટ, શોપિંગ, ડાઈનિંગ અને મનોરંજનના કેન્દ્રો સુધી અવર-જવર સરળ હોવાથી મહેમાનો તેમના પ્રવાસનો પૂરતો આનંદ માણી શકશે. હોટેલ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદથી માત્ર 35 મિનિટના અંતરે આવેલી છે, જે મહેમાનો માટે અત્યંત સગવડરૂપ બની રહે છે.

હાઈરાઈઝ હોસ્પિટાલિટીના મેનેજિંગ ડિરેક્ટર તન્મય બથવાલના જણાવ્યાં અનુસાર ડબલટ્રી બાય હિલ્ટન, અમદાવાદ એ ગુજરાત રાજ્ય, ખાસ કરીને અમદાવાદ શહેર પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ગુજરાતમાં આ અમારી બીજી પ્રોપર્ટી છે અને આગામી સમયમાં અમે વધુ હોટેલ્સ શરૂ કરવાની યોજના ધરાવીએ છીએ. હોટેલની નોંધપાત્ર વૃદ્ધિમાં ફાળો આપનાર શહેર પ્રત્યે તે આભાર વ્યક્ત કરે છે. આ હોટેલ શ્રેષ્ઠ વૈભવી રહેવાની વ્યવસ્થા, સ્માર્ટ ડિઝાઈન ધરાવતા મીટિંગ સ્થળો તથા સ્વાદિષ્ટ ફુડ અને પીણાં ઉપલબ્ધ બનાવે છે. અમે મહેમાનોને આવકારવા આતુર છીએ.