દેવોની દીવાળી અને ગુરુનાનક જયંતીની આસ્થા ઉત્સાહ સાથે ઉજવણી

અમદાવાદ- આસો માસમાં સૌ એ દીવાળી, નૂતન વર્ષ અને ભાઇબીજની ઉજવણી કરી નવો ઉત્સાહ ઉમંગ મેળવ્યો. કારતક સુદ પૂનમને શુક્રવારે દરેક મંદિરોમાં દેવો માટેની દીવાળીની ઉજવણીની કરાઇ. આ સાથે ગુરુદ્વારામાં ગુરુનાનક જયંતિની ઉજવણી પણ થઇ.દેવદીવાળી નિમિત્તે શહેરના અનેક મંદિરોમાં ભગવાન સમક્ષ અન્નકુટ ધરાવાયો. જેમાં જુદી જુદી વાનગીઓ દેવો સમક્ષ મુકવામા્ં આવી.

અમદાવાદ શહેરના કેમ્પ હનુમાન, મેમનગર વિસ્તારના વૈભવ લક્ષ્મી મંદિર, રામનગર ખોડિયાર માતાજીના મંદિર, કાલુપુર વારાહી માતા મંદિર, બાલા હનુમાન, થલતેજ સાંઇધામ, ભદ્રકાળી મંદિર સહિત અનેક  મંદિરોમાં પૂજા-અર્ચના, ભજન-કિર્તન, અન્નકુટ સાથે  દેવ દીવાળીની  ઉજવણી થઇ.

આ સાથે ગુરુ નાનક જયંતી  નિમિત્તે એસ.જી. હાઇવે પર આવેલા ગુરુદ્વારા ને રોશની થી શણગારી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

દેવ દીવાળીના આ પર્વમાં કેટલાક સ્થળોએ ગરબા અને મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ.

તસવીર અને અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ