ગુજરાતમાં આખામાં ભારે વરસાદ બાદ રોગચાળાનો કાળો કહેર વરતાય રહ્યો છે. તો સુરતમાં પણ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. શહેરમાં મચ્છર જન્ય રોગચાળાનો વધતો નોંધાય રહ્યો છે. આ વચ્ચે ડેન્ગ્યુના કારણે વધુ એક મોત થયું છે. આ સાથે અત્યાર સુધી ડેન્ગ્યુના કારણે 9 લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે.
સુરતમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થતો જોવા મળ્યો છે. આ ઉપરાંત શહેરમાં ટાઈફોડ અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. સુરતની સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ઓપીડીની સંખ્યામાં પણ વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા દવાનો છંટકાવ તેમજ ફોંગીગ કામગીરી વધુ કરે તે જરૂરી બન્યું છે. જ્યારે સુરતમાં ડેન્ગ્યૂથી 2 મહિનામાં 9નાં મોત થયા છે. સુરત મહાનગર પાલિકા અને સિવિલ હોસ્પિટલના ડેન્ગ્યુના કેસોમાં વિરોધાભાસ છે જેમાં 4 મહિનામાં પાલિકાના ચોપડે માત્ર 87 કેસ નોંધાયા છે જ્યારે સિવિલમાં ડેન્ગ્યૂના 239 દર્દી દાખલ થયા છે. ઓગસ્ટમાં સિવિલમાં 155 દર્દી દાખલ થયા જ્યારે સપ્ટેમ્બરના 10 દિવસમાં જ 21 દર્દી દાખલ થયા છે. સાથોસાથ ખાનગી હોસ્પિટલમાં ત્રણ ગણા કેસ નોંધાય છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આખામાં સપ્ટેમ્બરના 10 દિવસમાં જ ડેન્ગ્યુના 2650થી વધુ મેલેરિયાના મેલેરિયા 2150થી વધુ, ચિકનુંગુનિયાના 288થી વધુ કેસ બુધાય હોવાનું સામે આવ્યું છે. શહેરની 686 જેટલી ટીમ સર્વેમાં જોડાઈ છે. તો બીજી બાજું અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસના પીજીમાં 68થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલના સ્ટાફે અનેક વખત તંત્રને ફરિયાદ કરી છતાંય સફાઈ થઈ નહોતી. હોસ્પિટલનો સ્ટાફ ડેન્ગ્યુનો ભોગ બન્યા હોવાનો તંત્ર પર ગંભીર આક્ષેપ લાગ્યો છે. દર્દીઓની સારવાર કરતા તબીબો અને સ્ટાફ જ માંદા પડ્યા છે. ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે સિવિલ હોસ્પિટલને નોટિસ પાઠવી છે. સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના વધતા જતા કેસને લઈ આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. આરોગ્ય વિભાગની ટીમે સિવિલ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું જેમાં ડેન્ગ્યુ મેલેરિયા થતા મચ્છર મળી આવ્યા છે.