સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી

વેરાવળઃ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ રાજ્યના ઐતિહાસિક સોમનાથ મંદિરમાં  પૂજા-અર્ચના કરી હતી. તેમણે સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કર્યા પછી જણાવ્યું હતું કે હં ધન્યતા અનુભવી રહ્યો છું. જય સોમનાથ. તેઓ એ પછી સૌરાષ્ટ્ર-તમિળ સંગમના કાર્યક્રમમાં સામેલ થશે અને આ કાર્યક્રમનો શુભારંભ કરાવશે. 10 દિવસો સુધી ચાલનારા આ અનોખા સંગમમાં સમન્વય અને પરંપરાનો ઉત્સવ ઊજવવામાં આવશે.  તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં સામેલ થવા માટે હું ઉત્સુક છું. સૌરાષ્ટ્ર-તમિળ સંગમ ગુજરાત અને તામિલનાડુની વચ્ચે સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધોમાં પ્રદર્શિત કરશે.

આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સિવાય તામિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિ અને કેન્દ્રીય પ્રધાન ડો. મનસુખ માંડવિયા અને આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ, પર્યટન મંત્રી મૂળુભાઈ બેરા અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી હાજર રહેશે. તેમણે સૌરાષ્ટ્ર-તમિળ સંગમનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે સોમવારે ભગવાન શિવની પવિત્ર ભૂમિ સદીઓ જૂના સૌરાષ્ટ્ર-તમિળ સંગમની સાક્ષી બનશે. સૌરાષ્ટ્ર-તમિળ સંગમના એક દિવસના પહેલાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે મંદિરમાં પૂરા-અર્ચના કરી હતી. આપણે બધા ભગવાન શિવની પવિત્ર ભૂમિક પર સદીઓ જૂના સૌરાષ્ટ્ર તમિળના સાક્ષી બનશે.  

તામિલનાડુથી વર્ષો પછી રાજ્યમાં આવનારા લોકો માટે વિશેષ ટ્રેનોનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ ટ્રેનો સીધી ગીર-સોમનાથ પહોંચશે. એના માટે પાછલા મહિને ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું.