રાજ્યમાં અંગ દઝાડતી ગરમીની આગાહીઃ અમદાવાદમાં યલો એલર્ટ

અમદાવાદઃ શહેરમાં આગામી દિવસોમાં ગરમી વધવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી બે દિવસમાં મહત્તમ તાપમાન હજુ 2 ડિગ્રી સુધી વધશે. હવામાન વિભાગે ઉત્તર દિશામાં સૂકા પવન ફૂંકાવાથી તાપમાન વધારો થવાની આગાહી કરી છે. જેને કારણે  17-18 એપ્રિલે અમદાવાદમાં 43 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચી શકે છે. અમદાવાદ માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

રાજ્યમાં આગામી દિવસોમાં અંગ દઝાડતી ગરમી પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજિનલાલે આગાહી છે કે  આગામી 5 દિવસ દરમિયાન રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે. અમદાવાદમાં હાલ 40 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે, પરંતુ પછી તે 41-43 સુધી જઈ શકે છે.

રાજ્યના દરિયાકિનારાના કેટલાક વિસ્તારોમાં હજુ પણ તાપમાન નીચું નોંધાઈ રહ્યું છે, જેમાં ઓખા, પોરબંદર, વેરાવળનો સમાવેશ થાય છે. પરંતુ રાજ્યના અંદરના ભાગોમાં તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે. હવામાનમાં ભેજનું પ્રમાણ ઘટ્યું છે, જેને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે.

અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી પહોંચી ગયું છે. આ સિવાય અમરેલીમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમરેલીમાં પણ 41 ડિગ્રી તાપમાન રહ્યું હતું તો કંડલા, સુરેન્દ્રનગર, અને ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.