સરકાર પાસે ન્યાય માટે વલખાં મારતી દીકરીઓઃ ઠુમ્મર

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસપ્રમુખ જેની ઠુમ્મરે રાજીવ ગાંધી ભવનમાં પત્રકારોને  સંબોધતાં જણાવ્યું હતું કે આપણા દેશની દીકરીઓ સરકાર પાસે ન્યાય માટે વલખાં મારી રહી છે. ચાર મહિનાથી પ્રદર્શન કરી રહેલા આ બહેનોનીને સાંભળવાવાળું કોઈ કેમ નથી?

દિલ્હીમાં ૪૦ દિવસથી દિલ્હીમાં ન્યાય માટે જંતરમંતર ઉપર બેઠેલી દીકરીઓ પાસે એક પણ મંત્રીએ ત્યાં જવાની તસદી સુધ્ધાં નથી લીધી. દિલ્હી પોલીસે ૨૮ મેએ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલી દીકરીઓને માર માર્યો, પીછો કર્યો અને અટકાયતમાં લીધી હતી. મોદી કેબિનેટમાં મહિલા અને બાળ વિકાસમંત્રી સ્મૃતિ ઇરાની મૂક પ્રેક્ષક બની ગયા છે, શું આ તેમના મંત્રાલયનો મુદ્દો નથી?

બ્રિજભૂષણ શરણ સિંહનું રાજીનામું હજુ સુધી કેમ નથી માગવામાં નથી આવ્યું? મહિલા કોંગ્રેસ સહિત દેશ આપણા દેશની દીકરીઓની સાથે છે અને ભવિષ્યમાં પણ ઊભા રહીશું. હવે આ લડાઈ છે. દેશની દરેક દીકરીના સન્માનની લડાઈ બની ગઈ છે. રાજીવ ગાંધી ભવનમાં આયોજિત આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસનાં ઉપપ્રમુખ કામિનીબહેન સોની, મહામંત્રી ઝીલબહેન શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મિડિયા કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ ઉપસ્થિત રહ્યા હતા.