ઇગ્નુ દ્વારા પરીક્ષા, નવા એડમિશન સંબંધિત માહિતી

અમદાવાદઃ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઇગ્નુ) દ્વારા રજૂ કરવામાં આવેલા શૈક્ષણિક કોર્સ માટેની જૂનની ટર્મ પરીક્ષા પહેલી જૂન, 2023થી શરૂ થશે, જે સાત જુલાઈ, 2023 સુધી ચાલશે. ઇગ્નુના અમદાવાદ પ્રાદેશિક કેન્દ્ર સહિત પાંચ પરીક્ષા કેન્દ્ર, છે, જેમાં અમદાવાદ (02), વડોદરા (01) સુરત (01) ,દમણ (01) છે અને સાત પરીક્ષા કેન્દ્ર માત્ર જેલના કેદીઓ માટે વિવિધ જેલોમાં સ્થાપિત છે.

યુનિવર્સિટીના કોર્સની જેતે ટર્મને અંતે પૂરી થતી પરીક્ષા માટે યોગ્ય વિદ્યાર્થીઓ પરીક્ષાની હોલ ટિકિટ વેબસાઇટ અપલોડ કરવામાં આવી છે. આ હોલ ટિકિટ ઇગ્નુની વેબસાઇટ www.ignou.ac.in પર ઉપલબ્ધ છે.

પરીક્ષા સુપરિટેન્ડેન્ટે પરીક્ષાર્થીઓનું નામ હાજરી પત્રકમાં નોંધવાનું રહેશે. જેતે વિદ્યાર્થીએ યુનિવર્સિટી/ સરકાર દ્વારા આપવામાં આવેલું ફોટો ઓળખ કાર્ડ ફરજિયાત પોતાની પાસે રાખવાનું રહેશે. વળી, વિદ્યાર્થીએ મોબાઇલ ફોન્સ કે અન્ય કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પરીક્ષા હોલમાં સાથે રાખવા દેવામાં નહીં આવે, જેની વિદ્યાર્થીએ નોંધ લેવી.  

યુનિવર્સિટીએ ઓનલાઇન અને ODL પદ્ધતિ માટે બધા કોર્સ માટે જુલાઈ, 2023 સત્ર માટે નવા એડમિશનનની જાહેરાત કરી છે, જેથી જેતે વિદ્યાર્થીઓ નવા એડમિશન માટે યુનિવર્સિટી માટે નીચેની લિન્કમાં જઈને અરજી કરી શકે છે, જેમાં ODL પદ્ધતિ માટે અને ઓનલાઇન કોર્સ માટે https://ignoadmission.samarth.edu.in પર સંપર્ક સાધી શકે છે. જોકોઈ વિદ્યાર્થીને કોઈ પણ જાતની પૂછપરછ કરવા માટે rcahmedabad@ignou.ac.in પર લખી શકે છે. આ સાથે ફરીથી રજિસ્ટ્રેશન માટે જુલાઈ, 2023 લિન્ક ખુલ્લી છે, જે https://onlinerr.ignou.ac.in  અથવા https://ignous.samarth.edu.in/index.php/site/login છે.