ડેરી બોર્ડના ગુજરાત, મહારાષ્ટ્રમાં 15,000 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા કરાર

આણંદઃ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે (NDDBએ) સુરત, કોલ્હાપુર અને પુણેમાં ખેડૂતોને 15,000 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે મેક્સિકો સ્થિત સિસ્ટેમા બાયો સાથે MoU પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી કરાર અનુસાર બે અથવા ત્રણ ગાય અથવા ભેસ રાખવાવા ખેડૂતોને રાહત દરે રૂ. 5990એ બાયોમાસ પ્લાન્ટ આપવામાં આવશે. આ પ્લાન્ટની વાસ્તવિક ખર્ચ આશરે રૂ. 40,000 છે. કંપનીએ એક સારું મોડેલ બનાવ્યું છે અને સરકારી સબસિડી આપવાની જરૂર નથી. કંપની કાર્બન ક્રેડિટ ઊભી કરશે અને એનો ઉપયોગ કરશે, એમ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા પછી NDDBના અધ્યક્ષ મિનેશ શાહે કહ્યું હતું.

NDDBએ આણંદના એક ગામમાં પાઇલટ પ્રોજેક્ટ માટે ખાનગી કંપની સાથે ભાગીદારી કરી હતી. ગામના આશરે 370 પરિવારોને બાયોગેસ પ્લાન્ટ આપવામાં આવ્યા હતા. આજે એ બધા પ્લાન્ટ કામ કરી રહ્યા છે અને રૂ. 1200 બચત કરે છે, કેમ કે એ પરિવારોને હવે લાકડી કે વૈકલ્પિક ફ્યુઅલ પર નિર્ભર રહેવાની જરૂર નથી, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ઘરોમાંના બાયોગેસ પ્લાન્ટને વાસણા, GIDCમાં એકત્ર કરવામાં આવ્યા હતા, જ્યાં મહિલાઓ દ્વારા સંચાલિત એક સહકારી સમિતિ દ્વારા જૈવિક ખાતરનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે છે. આણંદ કૃષિ યુનિવર્સિટીએ એક અભ્યાસ કર્યો હતો, જેમાં કુદરતી ખાતરનો વપરાશ કરનારા ખેડૂતો માટે ઊપજમાં 30 ટકાનો વધારો થયો હતો.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]