એન્જિનિયરિંગની નિકાસ પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સાત ટકા વધી

 અમદાવાદઃ વૈશ્વિક પ્રતિકૂળ માહોલ અને ઊંચી કિંમતો –યુક્રેન અને રશિયાના યુદ્ધ છતાં રાજ્યની એન્જિનિયરિંગ ક્ષેત્રની નિકાસમાં વધારો થયો છે. નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ભારતીય એન્જિનિયરિંગ ઉદ્યોગની નિકાસ આગલા વર્ષના સમાન ગાળાની તુલનાએ સાત ટકા વધીને 69 અબજ ડોલર થઈ હતી. જેમાં ઇક્વિપમેન્ટની માગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. દેશની એન્જિનિયરિંગની નિકાસમાં ગુજરાતનું યોગદાન 36 ટકા વધ્યું છે.

કેમિકલ પ્લાન્ટની આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક માગમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો, એમ EEPCના સભ્ય સચિન પટેલે જણાવ્યું હતું. વળી, ગયા વર્ષે રશિયાના ગ્રાહકોએ યુરોપની ખરીદી બંધ કરી હતી, જેથી ભારતથી માગમાં વધારો થયો હતો અને રશિયાએ યુરોપની ખરીદદારીને ભારત તરફ વાળી હતી.

તેમણે કહ્યું હતું કે કેમિકલ પ્લાન્ટ મશીનરી, ટેક્સટાઇલ ગિયર અને ફાર્માસ્યુટિકલ મશીનરી માટેની વિદેશની અને સ્થાનિક માગ નોંધપાત્ર વધી હતી. ગયા વર્ષે રશિયાના ખરીદદારોએ યુરોપમાંથી ખરીદીને બંધ કરીને ભારતમાંથી બધી ખરીદદારી કરી હતી, જેથી માગમાં વધારો થયો હતો.

એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ગુજરાત અગ્રણી રાજ્ય છે. EEPCના જણાવ્યા મુજબ એપ્રિલ-ડિસેમ્બર, 2021માં ભારતીય એન્જિનિયરિંગની નિકાસ 64 અબજ ડોલર થી હતી, જે એપ્રિલ-ડિસેમ્બર, 2022ના ગાળામાં 7.8 ટકા વધીને 69 અબજ ડોલર થઈ હતી. જોકે ડિસેમ્બરમાં એમાં ત્રણ ટકાનો ઘટાડો થયો હતો. ગુજરાત એમન્જિનિયરિંગ ઉદ્યોગમાં અગ્રણી રાજ્ય છે, જેની કંપનીઓ ઓટોમોબાઇલ્સ, ટેક્સટાઇલ્સ અને કેમિકલ્સ જેવાં ઉદ્યોગોને મશીનરી વેચે છે. આ ઉપરાંત રાજ્યમાંથી CNC મશીન્સ, બોઇલર્સ અને બ્રાસના પુરજાઓની નિકાસ થાય છે.