રાજ્યમાં મહત્તમ તાપમાનનો 71 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

અમદાવાદ: રાજ્યના કચ્છ જિલ્લાના ભૂજમાં 71 વર્ષમાં ફેબ્રુઆરીમાં સૌથી વધુ તાપમાન 40.3 ડિગ્રી નોંધાયું હતું, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. IMDના ભૂજ સ્ટેશને 16 ફેબ્રુઆરી આ મહિને મહત્તમ તાપમાન નોંધ્યું હતું. ભૂજમાં 1952થી તાપમાન રેકોર્ડ કર્યું હતું. રાજ્યના મોટા ભાગનાં શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી ઉપર પહોચ્યું છે. ભૂજના મહત્તમ તાપમાને તો છેલ્લાં 50 વર્ષના ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાનો રેકોર્ડ તોડી દીધો છે. જોકે હજી ઉનાળો શરૂ થયો નથી. પરંતુ બપોરે તો ઉનાળાની ગરમી જેવો અહેસાસ થાય છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે. જેથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન વિભાગના સાયન્ટિસ્ટ વિજિનલાલે જણાવ્યું છે કે ઉત્તર-પૂર્વના પવન ફૂંકાઊ રહ્યા છે અને આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત્ રહેશે. મહત્તમ તાપમાન 38થી 40 ડિગ્રી આસપાસ રહેશે. છેલ્લા 50 વર્ષના ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન રેકોર્ડ તૂટ્યો છે અને ભૂજમાં મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી નોંધાયું છે. ઉત્તર-પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. સૂકા પવન ફૂંકાવવાને કારણે મહત્તમ તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે.

સામાન્ય રીતે ઉનાળાની શરૂઆત માર્ચ મહિનાથી થાય છે, પણ આ વખતે ફેબ્રુઆરીના અંતથી જ તાપમાનમાં વદારો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે ઠંડી પણ રેકોર્ડ બ્રેક પડી છે. હવે ઉનાળો પણ આકરો રહેવાનાં એંધાણ છે. સામાન્ય રીતે તો ફેબ્રુઆરી મહિના અંતમાં 36 થી 37 ડિગ્રી આસપાસ તાપમાન પહોંચતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે તો માર્ચના પહેલા સપ્તાહમાં હોય તેટલું તાપમાન ફેબ્રુઆરીમાં નોંધાઈ રહ્યું છે.