ગુજરાતમાં સાયબર ક્રાઇમના કેસ વધતા જાય છેઃ એક અહેવાલ

અમદાવાદ: ગુજરાતમાં સાયબર ક્રાઈમના કેસો ચિંતાજનક રીતે વધ્યા છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં સાયબર ક્રાઇમના બનાવોમાં 90 ટકાનો વધારો થયો છે. જેમાં ઓનલાઈન છેતરપિંડી, એટીએમમાંથી પૈસા ઉપાડવાની, વન ટાઇમ પાસવર્ડથી છેતરપિંડી સહિતના વિવિધ કેસો નોંધાયાં છે.

નેશનલ ક્રાઇમ બ્યૂરો દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, 2015માં ગુજરાતમાં સાયબર ક્રાઇમના 242 અને વર્ષ 2017માં 458 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં વર્ષ 2018માં સાયબર ક્રાઇમની ઘટનાઓ નોંધાઈ છે, જેમાં મહત્તમ 42 ઓનલાઇન છેતરપિંડી, 41 એટીએમ છેતરપિંડી અને 14 વન-ટાઇમ પાસવર્ડ ફરિયાદો છે.

અમદાવાદમાં સાયબર ક્રાઇમની સૌથી વધુ ફરિયાદ નોંધાઈ છે. 2016માં અમદાવાદમાં સાયબર ક્રાઇમના 77 કેસ નોંધાયા હતાં. જે વર્ષ 2017માં વધીને 122 થઈ ગયાં છે. સૂરત 2016માં 66 કેસ હતાં તે વધીને 2017માં 105ના આંકડે પહોંચી ગયાં છે. આ રીતે એક વર્ષમાં અમદાવાદમાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં 45 ટકા અને 59 ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં, 2017માં સાયબર ક્રાઇમના 181 કેસોમાંથી 172 કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

નિષ્ણાતો માને છે કે આજના યુગમાં સ્માર્ટ ફોન્સનો ઉપયોગ વધ્યો છે. આને કારણે સાયબર ક્રાઇમના કેસો વધી રહ્યાં છે. નિષ્ણાતો માને છે કે સ્માર્ટ ફોન કાચની દીવાલ જેવો છે જે ખૂબ કાળજી માગી લે છે. તમારો પાસવર્ડ સમયાંતરે બદલવો જોઈએ, પોતાનો પાસવર્ડ જાહેર ન કરવો જોઇએ. નોંધપાત્ર વાત એ છે કે સાયબર ક્રાઇમમાં સોશિયલ મીડિયા પર નકલી નામો પર આઈડી બનાવીને લોકોને બદનામ કરવાના કિસ્સા પણ સામે આવી રહ્યાં છે.

સાઈબર ક્રાઈમના નોંધાયેલા કેસો

છેતરપિંડી 99

ઓળખાણ બાદ છેતરપિંડી 46 

ઓનલાઇન ફ્રોડ 42

એટીએમ ફ્રોડ 41

નકલી પ્રોફાઇલ 16

સાયબર જાસૂસી 15

ઓટીપી ફ્રોડ 14