અમદાવાદઃ સાઇબર ગુનેગારો લોકોને છેતરવા માટે નિતનવા રસ્તાઓ શોધતા રહે છે. તેઓ ક્યારેક SMS દ્વારા લિન્ક મોકલે છે તો ક્યારેક વિના વ્યાજની લોનની લાલચો આપને જેતે વ્યક્તિને છેતરપિંડી આચરે છે અથવા વધુ રૂપિયા આપવાની લાલચ દ્વારા OTP મેળવી લે છે. ગુજરાતીઓ સાથે સાઇબર છેતરપિંડીમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 11 ગણો વધારો થયો છે.
છેલ્લાં ત્રણ વર્ષોમાં -2020, 2021 અને 2022માં સાઇબર છેતરપિંડીથી સંબંધિત કોલોમાં 11 ગણો વધારો થયો છે. ગુજરાત સાઇબર ગુનાના અધિકારીઓ આવી ગેન્ગને પકડવાનો દાવો કરી રહ્યા છે, તેમ છતાં ગુજરાતીઓ કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે. વર્ષ 2023ના પહેલા 40 દિવસોમાં પ્રતિદિન ગુજરાતીઓ રૂ. 1.16 કરોડ ગુમાવ્યા છે.
રાજ્યના સાઇબર ગુનાના આંકડા અનુસાર 2023માં અત્યાર સુધી ગુજરાતીઓને કુલ રૂ. 46.63 કરોડનું નુકસાન થયું છે. CID ક્રાઇમના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતીઓ હંમેશાં સાઇબર ઠગના સરળ નિશાને રહે છે. અમને સાઇબર હેલ્પલાઇન નંબર 1930 પર પ્રતિદિન આશરે 1000 કોલ આવે છે. 2023ના પહેલા 40 દિવસોમાં અમને નાણાકીય છેતરપિંડી સંબંધિત 8731 કોલ નોંધ્યા છે.
હેલ્પલાઇન નંબર પર પ્રાપ્ત કોલની સંખ્યા આશ્ચર્યજનક રીતે 46,845 કોલ આવ્યા હતા, એમ એક CID ક્રાઇમના અધિકારી બી. એમ. ટાંકે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે ગુનાઇત વ્યક્તિઓ પર શિકંજો કસતા રહીએ છીએ, પણ સાઇબર ઠગ લોકો નવા-નવા પ્રકાર શોધી કાઢે છે. હાલના દિવસોમાં ઇલેક્ટ્રિસિટી બિલ છેતરપિંડી, , પ્રભાવશાળી અને નામાંકિત હસ્તીઓના ફેક ID બનાવવા, OTP છેતરપિંડી, ઇન્ટરનેટ એપ્લિકેશન છેતરપિંડી સેક્સોર્ટશન અને મૂડીરોકાણને લગતી છેતરપિંડી થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.