અમદાવાદઃ શહેરમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થતો જાય છે. જુદા-જુદા વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગ માટે લગાડવામાં આવેલા ટેન્ટ બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. શિયાળાની ઋતુની શરૂઆત અને તહેવારોમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પૂર્વ, પશ્ચિમ અને કોટ વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ માટે લગાડવામાં આવેલા મંડપોની બહાર શરદી, ઉધરસ, કફ અને તાવ જેવી તકલીફો ધરાવતા અનેક લોકોની લાંબી કતારો જોવા મળે છે.
ઝડપી પરિણામ આપતા કોરોના ટેસ્ટિંગના બહાર લાગતી કતારોના કારણે ઘણા વિસ્તારોમાં બપોર પહેલાં જ ‘કિટો’ ખૂટી પડે છે. કોરોનાની ટેસ્ટ માટેની ‘કિટો’ ખૂટી પડતાં જ ટેસ્ટ કરાવવા ઇચ્છતા લોકો બીજા વિસ્તારોમાં જાય છે, તો ક્યાંક કલાકો સુધી લોકો લાઇનોમાં ઊભા રહે છે.
કોરોનાના કારણે હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો, ખાનગી લેબોરેટરીઓમાં ટેસ્ટિંગ માટે કતારોમાં સતત વધારો થતો જાય છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)