અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી કોરોનાના નવા કેસો 700થી વધુ નોંધાઈ રહ્યા છે. છેલ્લાં ચાર અઠવાડિયામાં જ દર અઠવાડિયે નોંધાતાં કેસનો આંકડો 1845થી વધીને 4382 પર પહોંચી ગયો છે. જે કેસોની સંખ્યામાં અઢી ગણો ગણો વધારો દર્શાવે છે, છેલ્લા 15 દિવસમાં ગુજરાતમાં કોરોનાના કેસમાં 83 ટકાનો ઉછાળો આવ્યો છે. કોરોનાના કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી મોટો ઉછાળો આવ્યોર છે. છેલ્લા પખવાડિયામાં સુરતમાં 136 ટકાનો ઉછાળો થયો છે, જ્યારે અમદાવાદમાં 101 ટકાનો વધારો નોંધાયો છે સુરતમાં પખવાડિયામાં સક્રિય કેસોની સંખ્યા વધીને 764થી 1806 થઈ છે. રાજ્યમાં 86 ટકા કોવિડ-19 પોઝિટિવ કેસ નોંધાય છે.
ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર, આ આઠ જિલ્લામાં કોરોનાના કેસમાં 87 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. અહીં કેસની સંખ્યા 3,507થી વધીને 6,564 થઈ છે.
કોરોના કેસોમાં વધારા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, ક્રિકેટ મેચ અને લગ્ન પ્રસંગો જેવાં કારણો જવાબદાર છે. જેથી રાજ્ય સરકારે મુખ્ય પ્રધાનના વડપણ હેઠળ યોજાયેલી બેઠકમાં સિનિયર IAS અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સામેલ હતા.
રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 145, સુરતમાં 196, વડોદરામાં 117, રાજકોટમાં 69, ભાવનગરમાં 20, ગાંધીનગરમાં 18, ભરૂચમાં 14, કચ્છમાં 13, ખેડા, મહેસાણા, પંચમહાલમાં 12-12, આણંદમાં 9 સહિત કુલ 715 કેસ નોંધાયા છે. રાજ્યમાં શહેર સિવાયના વિસ્તારોમાં પણ કેસની સંખ્યા વધી રહી છે.