કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ ભાજપના પ્રચારમાં

અમદાવાદઃ જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન અને બીજેપીના સ્ટાર પ્રચારક રાજુ શ્રીવાસ્તવ આજે અમદાવાદના પશ્ચિમ લોકસભા વિસ્તાર ઘોડાસર ખાતે પ્રચાર કરવા માટે આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવે પશ્ચિમ લોકસભા વિસ્તારના ઉમેદવાર કીરીટ સોલંકી માટે પ્રચાર કર્યો હતો. એક જાહેરસભાને સંબોધતા તેમણે આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવની મીમીક્રી કરીને તેમના પર કટાક્ષ કર્યા હતા. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને કેજરીવાલ પર પણ તેમણે પોતાની શૈલીમાં આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)