રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થાનની મુલાકાતે…

ચોટીલા– સ્વતંત્રતા સંગ્રામમાં જેમના શૌર્યસભર ગાને ઇતિહાસ રચ્ચો હતો અને રાષ્ટ્રીય શાયરનું માન ખાટ્યું એવા ગુજરાતના પનોતાપુત્ર ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળની ચોટીલા આવેલા મુખ્યપ્રધાને મુલાકાત લીધી હતી.સીએમે ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી રાષ્‍ટ્રીય શાયરના જીવનઝરમર તથા સાહિત્‍યના પ્રદર્શનને નિહાળી ગૌરવ વ્‍યકત કર્યું હતું.

રાષ્‍ટ્રીય શાયર મેઘાણી પ્રપૌત્ર પીનાકીન મેઘાણીએ કહ્યું હતું. કે, સુરેન્‍દ્રનગર જિલ્લામાં દેશના ૭૨માં સ્‍વાતંત્ર્ય દિનની રાજયકક્ષાની ઉજવણી થઈ રહી છે તે ગૌરવની  વાત છે. સાથોસાથ ૨૮ ઓગસ્‍ટે રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પણ જન્‍મજંયંતિ હોઈ સ્‍વાતંત્ર્ય દિનની પૂર્વસંધ્‍યાએ સીએમ મેઘાણીના જન્‍મસ્‍થળે પધાર્યા તેનું મહત્‍વ છે.

મુલાકાતવેળાએ સીએમ રુપાણીની સાથે પાણી પુરવઠાપ્રધાન કુંવરજી બાવળીયા સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.