અમદાવાદઃ રોમન કેથલિક ચર્ચના ફાધર જિતિન કોચુપુરક્કલના અધ્યક્ષસ્થાને ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અંગ્રેજી વિભાગ દ્વારા ‘ક્રિસમસ વીક પૂર્ણાહુતિ કાર્યક્રમ’ સંપન્ન થયો. આ કાર્યક્રમના પ્રારંભે કુ. અદિતિ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રિન્સિપાલ ડો. અનુપમ નાગરસાહેબે અધ્યક્ષના સ્વાગત પ્રવચન કરી. તેમણે “શ્રીમદ્ ભગવદ્ ગીતા” તથા “બાઇબલ” ધર્મગ્રંથોમાં રહેલી માનવજીવન ઉત્થાનની સામ્ય બાબતોની વિભાવના સ્પષ્ટ કરેલી અને અંગ્રેજી વિભાગની વિદ્યાર્થિનીઓને વૈશ્વિક સાહિત્યમાં માનવીય મૂલ્યોને સમજવા પ્રેરણા પૂરી પાડી.
ત્યાર બાદ સર્વ વિદ્યાર્થિની બહેનો દ્વારા અલગ-અલગ બૌદ્ધિક કાર્યક્રમો રજૂ કરવામાં આવેલા, જેમાં કુ. સીમા સુમાણિયાએ ‘શ્રીમદ્ ભગવત ગીતા’નું માહાત્મ્ય સમજાવેલું. અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડો. કેતકી પંડ્યા દ્વારા ક્રિસમસ વીકમાં યોજાયેલી વિવિધ સ્પર્ધાઓ જેવી કે ફેન્સી ડ્રેસ, વર્ચ્યુઅલ ચાર્ટ મેકિંગ, પોએટ્રી રેશીટેશન, ફની સ્ટોરી નેરેશન, ક્રોસવર્ડ અને ક્વિઝ કોમ્પિટિશનના વિજેતાઓનાં નામ જાહેર કરવામાં આવેલાં.
આ કાર્યક્રમના અંતે અધ્યક્ષસ્થાનેથી આદરણીય ફાધર જિતિનજીએ ગુરુકુળ મહિલા કોલેજની અંગ્રેજી વિભાગની વિદ્યાર્થિનીઓના પ્રયત્નોને બિરદાવ્યા હતા. તેમણે ‘ગીતા જયંતી’ અને ‘નાતાલ પર્વની’ શુભકામનાઓ પાઠવેલી. તેમણે કોવિડ-૧૯ના રોગચાળાને નાથવા વૈશ્વિક પ્રાર્થના કરવા સૌને અનુરોધ કરેલો અને વિદ્યાર્થિનીઓના વિકાસ માટે કટિબદ્ધ કોલેજના પ્રિન્સિપાલ તથા સર્વ અધ્યાપક-મિત્રોને શુભકામના પાઠવેલી.
આ કાર્યક્રમનું આભારદર્શન ડો. નયન ટાંક દ્વારા કરવામાં આવેલું તથા ક્રિસમસ વીકનું કોર્ડિનેશન કુ. ઊર્વી મોઢા દ્વારા અને ટેક્નિકલ સપોર્ટ ધવલ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવેલું. આ કાર્યક્રમને સફળ તમામ વિદ્યાર્થિનીઓએ જહેમત ઉઠાવી હતી.