કાંકરિયા લેક ખાતે ‘ચિયર ફોર ભારત’ કેમ્પેઈનનું આયોજન..

અમદાવાદ : પેરિસમાં ઓલિમ્પિકમાં 2024નું આયોજન કરવામાં આવ્યું છે. પેરિસમાં રમતા ભારતીય ખેલાડિયો માટે અમદાવાદના કાંકરિયા લેક ખાતે સ્કેટિંગ, બોક્સિંગ અને રસ્સાખેંચનું ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડેમોસ્ટ્રેશનનું આયોજન ‘ચિયર ફોર ભારત’ કેમ્પેઈન હેઠળ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે  આ વખતે ભારતનું પ્રતિનિધિત્વ કરતા 117 ખેલાડિ ઓલિમ્પિકમાં સુધી પહોંચ્યા છે. ત્યારે અત્યાર સુધીની વાત કરીએ તો, હાલ સુધીમાં ભારતે એક બ્રોન્સ મેડલ ભારતના ખાતમાં આવ્યું છે.

પેરિસમાં ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરતા 117 ખેલાડિયો માટે ભારતીય અવનવી રીતે પોતાનો સપ્રોર્ટ પ્રદર્શીત કરતા હોય છે. ત્યારે આજે અમદાવાદના કાંકરિયા લેક ખાતે સ્કેટિંગ, બોક્સિંગ, અને રસ્સાખેંચનું ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકરા રમતગમત વિભાગના સંયુક્ત ઉપક્રમે આ ડેમોસ્ટ્રેશનનું આયોડન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પેરિસ રમતા ભારતીય ખેલાડીઓને સપોર્ટ કરવા માટે આ ખાસ ‘ચિયર ફોર ભારત’ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે.

અત્યારે સુધી ભારતના નામે એક બ્રોન્સ મેડલ થયું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. તેણે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મનુ ઓલિમ્પિકના ઈતિહાસમાં શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. મનુ માત્ર 0.1 પોઈન્ટથી સિલ્વર મેડલ જીતવામાં ચૂકી ગઈ હતી. તેણે 221.7 પોઈન્ટ મેળવ્યા છે. આ ઉપરાંત આ મેડલ સાથે ભારત ઓલિમ્પિકમાં 22 સ્થાન પર છે.