અમદાવાદઃ મહા-શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આર્ય કન્યા ગુરુકુળમાં શ્રેણી 6 થી 12ની ભણતી દીકરીઓ માટે વેદ-મંત્ર ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પરંપરા છેલ્લા 83 વર્ષથી ચાલુ છે જે મહા-શિવરાત્રીના દિવસે કરવામાં આવે છે. કેમ કે મહર્ષિ દયાનંદ સરસ્વતીને આ દિવસે શંકર ભગવાનની મૂર્તિ પર ઉંદરને ફરતા જોઈને બોધ થયેલો તેથી તેને બોધરાત્રિ પણ કહેવામાં આવે છે અને ગુરુકુળમાં તે દિવસે વેદમંત્ર ગાન સ્પર્ધાનું આયોજન કરી ‘બોધોત્સવ’ ઉજવવામાં આવે છે.
આ વખતે પણ આ બોધોત્સવમાં 66 દીકરીઓએ ભાગ લઈ શ્રેષ્ઠ રજૂઆત કરી હતી. નિર્ણાયક તરીકે દિલીપભાઈ રાજ્યગુરુ, રમાબેન પરમાર તથા વર્ષાબેન રાઠોડે નિષ્પક્ષ ભૂમિકા ભજવી હતી તથા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યા ડો. રંજના મજીઠિયાએ જહેમત ઉઠાવી હતી.