ગુજરાતના જાણીતા ઉદ્યોગ સમૂહ ચિરીપાલ ગ્રુપ દ્વારા રેડ ક્રોસ, પ્રથમા, અને ઝાયડસ હોસ્પિટલ બ્લડબેંકના સહયોગ સાથે રક્તદાન મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. 15 દિવસ ચાલનાર આ મલ્ટિલોકેશનલ રક્તદાન અભિયાનમાં ચિરીપાલ ગ્રુપના સેંકડો કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે, આ અભિયાનમાં અત્યાર સુધીમાં સંસ્થાના કર્મચારીઓ દ્વારા 3000થી વધુ યુનિટ રક્તદાન કરાયુ છે.
રક્તદાન એ સૌથી મહાન દાનમાંનું એક છે અને તે સમાજ પર હકારાત્મક અસર કરે છે તે બાબત પર આ વાર્ષિક અભિયાનમાં ભાર મૂકવામાં આવ્યો છે. સપોર્ટ લોકલ કોમ્યુનિટી અને સ્પિરિટ ઓફ ગીવિંગના જુસ્સા સાથે શરૂ કરવામાં આવેલા અભિયાનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચિરીપાલ ગ્રૂપના સમર્પિત કર્મચારીઓ તરફથી આ વાર્ષિક રક્તદાન અભિયાનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.
આ અભિયાન વિશે જણાવતા, ચિરીપાલ ગ્રુપના યૂવા પ્રમોટર “રોનક ચિરીપાલે” કહ્યું કે, ”ચિરીપાલ ગ્રુપને પોતાના આવા સમર્પિત અને કરુણાસભર કર્મચારીઓ માટે ગર્વ છે. અમે સમાજને પાછું આપવામાં માનીએ છીએ, અને આ બ્લડ ડોનેશન ડ્રાઇવ અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમારા કર્મચારીઓનો જબરજસ્ત પ્રતિસાદ તેમની ઊંડી સહાનુભૂતિ અને અન્યોના જીવન પર સકારાત્મક પ્રભાવ પાડવાની ઇચ્છા દર્શાવે છે. જીવન બચાવવાના આ સામૂહિક પ્રયાસનો એક ભાગ બનવા બદલ અમને આનંદ છે.