મહેસાણાઃ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનો ગઢ મનાતા કડી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજ્યમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે પહેલી નગરપાલિકા કબજે કરી છે.
કડી નગરપાલિકામાં કુલ 9 વોર્ડની 36 બેઠકો પર ચૂંટણી થઈ હતી અને તેમાં 36 બેઠકોમાંથી 35 બેઠકો પર ભાજપનો વિજય થતાં કડી નગરપાલિકા ભાજપે કબજે કરી છે. કડી નગરપાલિકામાં વોર્ડ નંબર-પાંચમાં એક બેઠક કોંગ્રેસને મળી છે. કડી નગરપાલિકામાં 2015 માં ભાજપે 28 બેઠકો મેળવી હતી એ જોતાં આ વખતે ભાજપની બેઠકોમાં વધારો થયો છે.
સ્થાનિક ચૂંટણીમાં મહેસાણા નગરપાલિકાની ચાર નગરપાલિકાઓમાં સરેરાશ મતદાન 61.72 ટકા નોંધાયું હતું. જોકે આ વખતે મહેસાણા નગરપાલિકામાં ૭.૩૫ ટકા, વીસનગર પાલિકામાં આઠ ટકા, ઊંઝામાં નવ ટકા અને કડીમાં પાંચ ટકા મળીને સરેરાશ આઠ ટકા જેટલું ઓછું મતદાન નોંધાયું હતું.