BJP- બેઠકની ફેરબદલ, પ્રધાનોની ટિકીટ કાપતી ત્રીજી યાદી જાહેર

ગાંધીનગર– ભારતીય જનતા પક્ષે વિધાનસભા ચૂંટણી માટે 28 ઉમેદવારના નામની ત્રીજી યાદી જાહેર કરી છે. જેમાં અપેક્ષા મુજબ કેટલાક ઉમેદવારની બેઠકમાં ફેરબદલ અને પ્રધાનની ટિકીટ કપાઇ છે. જામનગર દક્ષિણમાં પૂર્વ અધ્યક્ષ આર સી ફળદુને ટિકીટ ફાળવી વસુબહેન ત્રિવેદીની ટિકીટ કાપવામાં આવી છે. તો સૌરભ પટેલ અકોટાને બદલે આ વખતે બોટાદ બેઠક પરથી ચૂંટણી લડશે. કૃષિપ્રધાન વલ્લભ વઘાસીયાની ટિકીટ પણ કપાઇ ગઇ છે. આજે જાહેર થયેલી ત્રીજી નામયાદી સાથે ભાજપે પોતાના કુલ 182માંથી  કુલ 134 ઉમેદવારના નામ જાહેર કરી દીધાં છે. હવે 48 ઉમેદવારના નામ બાકી રહે છે.

ત્રીજી યાદીમાં 28 ઉમેદવારમાં મોરબીમાં પાટીદારો દ્વારા જેનો વિરોધ થઇ રહ્યો છે તેવા કાંતિ અમૃતિયાને ટિકીટ અપાઇ છે. તો વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાને આ વખતે ઇડરથી નહીં પણ દસાડાની બેઠક જીતવાનો પડકાર સોંપાયો છે. વોરા ઇડર બેઠક પરથી પાંચવાર સતત જીતતાં રહ્યાં છે.

આ યાદીમાં અન્ય એક મહત્ત્વની બેઠકના ઉમેદવાર પણ જાહેર થઇ ગયાં છે. જેમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની સામે માંડવી બેઠક પર વીરેન્દ્રસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યાં છે.

ત્રીજી યાદીમાં સમાવિષ્ટ 28 ઉમેદવારના નામ