શહેરની શાળાઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ

અમદાવાદઃ શહેરમાં શાળાઓમાં અભ્યાસ પ્રવૃત્તિ દરમિયાન શિક્ષકો બાળકોને ભણાવવાની જગ્યાએ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હોવાની શિક્ષણ અધિકારીને રજૂઆતો મળી હતી. જેને લઈને શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર જાહેર કરીને શાળામાં શિક્ષણ કાર્ય ચાલુ હોય એ સમય દરમિયાન શિક્ષકોના મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સ્કૂલમાં શિક્ષકો શૈક્ષણિક અને વહીવટી કામ માટે મોબાઇલનો ઉપયોગ કરી શકશે. 

શહેરની તમામ શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓ શિક્ષકો બંનેને શૈક્ષણિક કલાકોમાં મોબાઇલના ઉપયોગ બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અભ્યાસમાં ખલેલ ન પડે માટે શાળામાં મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સ્કૂલમાં મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમ મુજબ શૈક્ષણિક કાર્યમાં મોબાઇલના વપરાશ પર પ્રતિબંધ લગાવવા આવ્યો છે. જો શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકો મોબાઇલ ઉપયોગ કરતા જણાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્કૂલમાં પ્રવેશતાની સાથે જ આચાર્ય પાસે મોબાઇલ જમા કરાવવાનો રહેશે.

રિસેશ દરમિયાન જ મોબાઇલનો ઉપયોગ કરી શકાશે. જોકોઈ મોબાઇલનો ઉપયોગ કરતાં ઝડપાશે તો તેની સામે દંડનીય કાર્યવાહી થશે. આ નિયમનું વ્યવસ્થિત પાલન કરવા માટે આચાર્યને મોબાઇલ રજિસ્ટર બનાવવા પણ સૂચના આપવામાં આવી છે.