અમદાવાદઃ વર્લ્ડ HRD કોંગ્રેસ 2024માં અમદાવાદની “શાંતિ બિઝનેસ સ્કૂલ”ને (SBS) હાલમાં જ સ્કિલ ડેવલપમેન્ટ લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ શાંતિ બિઝનેસ સ્કૂલના સ્ટુડન્ટ આઉટરીચ અને માર્કેટિંગના ડીન તેજિન્દર સિંહ ધત્ત દ્વારા રિસીવ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે તેજિન્દર ધત્તે કહ્યું હતું કે આ એવોર્ડ શાંતિ બિઝનેસ સ્કૂલના દરેક ટીમ મેમ્બર્સની સખત મહેનતનું પ્રમાણપત્ર છે. અમે ઇન્ડસ્ટ્રી રેડી પ્રોફેશનલ્સ અને સોશિયલી રિસ્પોન્સિબલ સિટિઝન્સનું સતત નર્ચરિંગ કરવાનું ચાલુ રાખવા માટે સખત પ્રયત્ન કરીશું. વર્લ્ડ HRD કોંગ્રેસમાં દેશભરની સંસ્થાઓ અને યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. શાંતિ બિઝનેસ સ્કૂલને તેના એજ્યુકેશનલ ક્વોલિટી એન્ડ સ્ટાન્ડર્ડ, ઇન્ડસ્ટ્રી આઉટરીચ પ્રોગ્રામ, લીડરશિપ ઇનિશિયેટિવ ટુવર્ડસ સ્કિલ ડેવલપમેન્ટ, ઈમ્પેક્ટ ફ્રોમ લર્નર્સ પોઇન્ટ ઓફ વ્યુઝ, ઈન ડેપ્થ અપ્રોચ, ફ્યુચર ઓરિએન્ટેશન અને સોશિયલ ઈમ્પેક્ટ માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
