એરપોર્ટ પર પ્રથમ વખત એવિએશન સિક્યોરિટ ક્લ્ચરલ વીકનું આયોજન

અમદાવાદ સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રથમ વખત 31 જુલાઇથી પાંચ ઓગસ્ટથી સુધી એવિએશન સિક્યોરીટી અવેરનેસ કલ્ચરલ વીક યોજાશે.

આ વીક અંતર્ગત મુસાફરોને એવિએશન સિક્યોરિટી શુ છે એનાથી માહિતગાર કરવામાં આવશે. ઉપરાંત એરપોર્ટ ફલાઇટમાં જતા પહેલા સુરક્ષા સંબંધીત આઇડીકાર્ડ, હેન્ડ મેટલ ડિટેક્ટર, બેગેજ એક્સ-રે મશીન અને સુરક્ષા સંબંધિત કામગીરીની જાણકારી આપવામાં આવશે. મુસાફરોને એરલાઇન કે અન્ય એજન્સીના કર્મચારીઓ સાથે કેવીરીતે વ્યવહાર કરવો તે અંગે પણ સમજ અપાશે.

આ કલ્ચરલ વીક દરમિયાન ટર્મિનલ 2માં સિક્યોરિટીને ધ્યાનમાં લઇ જુદા-જુદા સવાલોની ક્વીઝ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાચા જવાબ આપનાર વ્યક્તિને ઇનામ આપવામાં આવશે. આ ક્વીઝ કોન્ટેસ્ટમાં એરપોર્ટનો સ્ટાફ પણ જોડાશે.

લોકો એવિએશન સિક્યોરીટી વધુ પરિચિત થાય તે આશયથી એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ એજન્સીઓ પણ જોડાશે. એરપોર્ટ અવેરનેસને લઇ વિવિધ કાર્યક્રમોમાં યોજાશે, જેમાં એરપોર્ટ પર કાર્યરત સીઆઇએસએફ, બીસીએએસ, એરલાઇન, વિજિલન્સ સહિતની વિવિઘ એજન્સીઓ ભાગ લેશે.