લવ મેરેજ મામલે સરકારનો મોટો સંકેત, માતા પિતાની મંજૂરી બની શકે છે ફજીયાત

રાજ્યમાં અનેક વાર દીકરા-દીકરીઓ દ્વારા મા-બાપની સંમિત વગર કોર્ટ મેરેજ કરવામાં આવતા હોય છે.દીકરો કે દીકરી બન્ને પુખ્ત વયના થાય એટલે એક બીજાની સંમતિથી લગ્નગ્રંથીથી જોડાય છે. અને આ બાબતે મા-બાપને જાણ ન હોય ત્યારે વિવાદ સર્જાય છે. ઘણીવાર આવા કિસ્સામાં હત્યાના બનાવ પણ સામે આવતા હોય છે. જેથી અનેક વખત પ્રેમ લગ્નમાં વાલીની મંજૂરી ફરજિયાત કરવા રજૂઆત પણ કરવામા આવી છે. ત્યારે માતા-પિતાની મંજૂરી વગર પ્રેમલગ્ન મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં મોટું નિવેદન આપ્યું છે.

ગુજરાતમાં પ્રેમ લગ્નમાં વાલીની મંજૂરી બની શકે છે ફરજિયાત

પ્રાપ્ત વિગતો મુજબ માતા-પિતાની મંજૂરી વગર પ્રેમલગ્ન મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં મોટું નિવેદન આપ્યું છે.તેઓએ કહ્યું કે બંધારણ ન નડે તે રીતે અભ્યાસ કરીશું તેમજ પ્રેમલગ્ન બાબતે માતા પિતા સહમત થાય તેવી રીતે વ્યવસ્થા કરવાનું તેઓએ જણાવ્યું હતું. આમ તેઓએ ગુજરાતમાં પ્રેમલગ્નમાં વાલીઓની મંજૂરી ફરજિયાત થઈ શકે છે તેવા સંકેતો આપ્યા છે. તેઓએ માતા – પિતા સહમત થાય તેવી વ્યવસ્થા કરવાની સરકારની વિચારણા હોવાનું જણાવ્યું છે.