સોમનાથ મહાદેવના દર્શને અનંત અંબાણીના વાગ્દત્તા રાધિકા મરચન્ટ…

સોમનાથઃ પવિત્ર શ્રાવણ માસનોસમય વહી રહ્યો છે ત્યારે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનો તાંતો લાગી રહ્યો છે. તેમાં રાય કે રંક તમામ ભક્તો શિશ નમાવી પોતાની ભાવવંદના સમર્પિત કરી રહ્યાં છે. સોમનાથ મહાદેવના સાનિધ્યે અંબાણી પરિવારની ભાવિ પુત્રવધુ રાધિકા મર્ચન્ટે મહાપૂજા દર્શન-ગંગાજળ અભિષેક કરી ધન્યતાની લાગણી અનુભવી હતી.સોમનાથ મહાદેવના સાનિધ્યે રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશભાઇ અંબાણીના પુત્ર અનંત અંબાણી સાથે સગાઇના બંધનમાં બંધાનાર રાધિકા મર્ચન્ટે ભગવાન સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક, મહાપૂજા સામગ્રી અર્પણ, સહિત પૂજન કર્યા બાદ તત્કાલ મહાપૂજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે મુખ્ય પૂજારી દ્વારા રૂદ્રાક્ષ માળા પહેરાવી હતી. સાથે જ ટ્રસ્ટના જનરલ મેનેજરે સોમનાથ મહાદેવની ફોટોફ્રેમ આપી તેઓનું સન્માન કર્યું હતું.