અમિત શાહનો ગુજરાત પ્રવાસ, ઈન્કમટેક્સ બ્રિજનું કર્યું લોકાર્પણ…

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે સાંજે ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યાં છે. અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગુજરાત ભાજપના નેતાઓ એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા.

એરપોર્ટ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત ભાજપના કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.ત્યારબાદ અમિત શાહનો કાફલો એરપોર્ટથી સીધા ઇન્કમટેક્સ ખાતે રવાના થયો હતો. જ્યાં અમિત શાહે ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું હતું. 

અમદાવાદ એરપોર્ટ પર સીએમ વિજય રૂપાણી, ડે.સીએમ નીતિન પટેલે અમિત શાહનું સ્વાગત કર્યું હતું. જે બાદ અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થયા હતા. અને સાંજે ઈન્કમટેક્ષ બ્રિજના લોકાર્પણ માટે પહોંચ્યા હતા. અહીં પણ ઢોલ-નગારા સાથે અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત શાહે ઈન્કમટેક્સ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.

અમિત શાહે ઈન્કમટેક્સ કચેરી પાછળ આવેલા દિનેશ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં મ્યુનિ. દ્વારા નારણપુરા ખાતે બાંધવામાં આવેલા સ્વ. ડી.કે.પટેલ કોમ્યુનિટી હોલ અને મ્યુનિ. લાઈબ્રેરીનું પણ લોકાર્પણ કર્યું. આ કાર્યક્રમમાં જ ગાંધીનગર લોકસભા વિસ્તારની ૫ જેટલી તલાટી કચેરીઓનું પણ લોકાર્પણ કર્યું. મુખ્યપ્રધાન વિજય રૃપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સાથે અમિતશાહનું ગુજરાત ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા લોકસભામાં ભવ્ય જીત અપાવવા બદલ સન્માન પણ કરવામાં આવ્યું હતું.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)