અમદાવાદ– ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અમદાવાદમાં દિનેશ હોલમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. કટોકટી સમયના ‘મિસા’ (મેઈન્ટેનન્સ ઓફ ઈન્ટરનલ સિક્યુરિટી એક્ટ – MISA) કાયદાના પીડિતોને સન્માનવાનો મિસાવાસી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી તેમણે એ સમયની પરિસ્થિતિઓનું વર્ણન કરતાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી.અમિત શાહે આજનો દિવસ નવી પેઢી માટે પ્રેરણાનો દિવસ ગણાવતાં જણાવ્યું કે તે સમયે આરએસએસ અને જનસંઘના કાર્યકર્તાઓ પર સૌથી વધુ અત્યાચાર કરવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીનો ઇતિહાસ યાદ કરવો જોઇએ જેમાં કોંગ્રેસે સંવિધાન પર કટોકટીરુપી બુલડોઝર ચલાવી દેશની સંવૈધાનિક સંસ્થાઓને ધ્વસ્ત કરવાનું કામ કર્યું હતું.
કટોકટી દરમિયાન સૌથી વધુ સંઘર્ષ કર્યો હોય તો તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ છે અને તે સમયે ભારતીય જનસંઘના રુપમાં કામ કરતી ભાજપ હતો.
કાર્યક્રમમાં સન્માનિત કરાયેલાં ચાર મિસાવાસીઓમાં પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાનો સમાવેશ થાય છે.
અહેવાલ-તસવીર- પ્રજ્ઞેશ વ્યાસ