‘એએમએ’, ‘શોર્ટ શોર્ટ્સ ફિલ્મ ફેસ્ટિવલ અને એશિયા’ દ્વારા પ્રસ્તુત “ટૂંકી ફિલ્મોમાં જાપાનીઝ સંસ્કૃતિ”

અમદાવાદઃ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે જાપાન માહિતી અને અભ્યાસ કેન્દ્રની સ્થાપના જાપાન અને ભારત અને ખાસ કરીને ગુજરાત વચ્ચે શૈક્ષણિક, વ્યાપાર અને સાંસ્કૃતિક ક્ષેત્રે ભારત-જાપાની સંબંધોને આગળ વધારવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે. દેશનાં પ્રથમ અને અનોખા જાપાન સેન્ટરનો ઉદ્દેશ્ય જાપાની ભાષા, કલા, સાહિત્ય, સંસ્કૃતિ, પરંપરા, વ્યાપાર, વ્યવસ્થાપન અને જાપાનને લગતા વિવિધ પાસાઓના અભ્યાસ અને શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને પ્રોત્સાહન આપવાનો છે. એએમએ દ્રારા જાપાનીઝ ભાષા શીખવવાનું ૨૦૦૯થી શરૂ કરાયેલ અને જાપાન સેન્ટર દ્રારા સક્રિયપણે પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં ૭૩ જેટલાં જાપાનીઝ ભાષાનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને ૧૦૦૦થી વધુ સહભાગીઓને તાલીમ આપવામાં આવી છે. એએમએ ખાતેનું જાપાન સેન્ટર ગુજરાતમાં ‘જાપાનીઝ ભાષા અને સંસ્કૃતિ વિશે શીખવા માટેનાં સ્થળ’ તરીકે ઓળખાય છે.

જાપાન ઈન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર-એએમએ અને ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન (IJFA) ગુજરાત દ્વારા મુંબઈ ખાતેના જાપાનના કોન્સ્યુલેટ-જનરલના સહયોગથી “ટૂંકી ફિલ્મોમાં જાપાનીઝ સંસ્કૃતિ” વિષય પર “શોર્ટ શોર્ટ્સ ફિલ્મ ફેસ્ટિવલ એન્ડ એશિયા”નું “જાપાન અને ભારત વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની ૭૦મી વર્ષગાંઠની ઉજવણી” માટે ગુરુવાર, ૧૫મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ સાંજે ૫:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી એએમએ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

શોર્ટ શોર્ટ્સ ફિલ્મ ફેસ્ટિવલ અને એશિયાના ફેસ્ટિવલ ડિરેક્ટર શોકો ટાકેગાસા, કત્સુયા હોન્ડા દ્વારા દિગ્દર્શિત “કિટાક્યુશુ, ધ સિટી ઑફ મૂવીઝ”; યુકી સાઈતો દ્વારા નિર્દેશિત “શાબુ-શાબુ સ્પિરિટ”; મિઝુકી ઇતો દ્વારા નિર્દેશિત”ટાકાનો ઇન્ટરસેક્શન”; તાત્સુયા ઇનો દ્વારા નિર્દેશિત “તેઝુત્સુ- ફાયર ફ્લાવર ટાઉન”; અને અન્ના જે. તાકાયામા દ્વારા નિર્દેશિત “ધ વોઈસ એક્ટ્રેસ” એવી એવોર્ડ વિજેતા પાંચ ટૂંકી ફિલ્મોમાંથી જાપાનીઝ સંસ્કૃતિના વિવિધ તત્વો વિશે વાર્તાલાપ કરશે. માલતી મહેતા આ કાર્યક્રમનું સંકલન કરશે.