અમદાવાદઃ અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ અબ્દુલ સુભાન તૌકીરને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ દિલ્હી પોલીસ પાસેથી કસ્ટડી મેળવી અમદાવાદ લઈ આવી છે. ક્રાઈમ બ્રાંચે અબ્દુલની ગત રાત્રે ધરપકડ કરી હતી અને આજે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. આતંકી અબ્દુલ સુભાન તૌકીરના સાબરમતી જેલની સ્પેશિઅલ કોર્ટમાં 20 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં હતાં. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 30 દિવસના રીમાન્ડની માગ કરવામાં આવી હતી.
2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ ઉત્તર પ્રદેશના અબ્દુલ સુભાન તોકિરને પોલીસે દસ વર્ષે દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે. દિલ્હી પોલીસની તપાસમાં અબ્દુલ સુભાને બ્લાસ્ટનો પ્લાન જુહાપુરામાં સીમીની મિટિંગમાં ઘડ્યો હતો. બ્લાસ્ટ કરતા પહેલા તેણે અમદાવાદના એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ અને વડોદરાના સેનેટ સભ્ય દિપક શાહની ઓફિસ અને ઘરની રેકી કરી હતી.