અમદાવાદ: દિવાળી તહેવાર માથે છે. ગુજરાતમાં તહેવારની ધૂમધામ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત પોલીસે દિવાળીના તહેવારોમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને મેમો આપવાને બદલે ટ્રાફિર અવેરનેસ પેમ્ફલેટ અને ગુલાબનું ફુલ આપીને સમજણ આપશે. જેમાં 30 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી પોલીસને ટ્રાફિકના નિયમાનો ભંગ કરનાર સામે કાર્યવાહી ન કરવા માટે સુચના આપી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાહનચાલકોમાં ટ્રાફિકને પુરતી અવેરનેસ ન હોવાને કારણે પોલીસ દ્વારા તહેવારોમાં નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હેલ્મેટ નહી પહેરનાર, સીટ બેલ્ટ નહી બાંધનાર, ઓવર સ્પીડ, રોંગ સાઇડ ડઇવીંગ અને લેન ભંગના ગુનામાં મેમો નહી અપાઇ. રાજ્યના ગૃહવિભાગ અને ગુજરાત પોલીસે રાજ્યભરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકોમાં જાગૃતિ આવે તે માટે આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસ ૩૦મી ઓક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન ટ્રાફિરના નિયમોનો ભંગ કરનારને મેમો નહી પણ ગુલાબનું ફુલ તેમજ જાગૃતિ માટેની પત્રિકા આપશે. સાથેસાથે તેમને ટ્રાફિકના નિયમોના ભંગથી થતા કાયદાકીય, પારિવારીક નુકશાન અંગે પણ સમજાવવામાં આવશે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ટ્રાફિકના પ્રશ્નો લોકોમાં ધાર્યા મુજબની સમજણ નથી અને અનેક લોકો જાણી જોઇને નિયમોનો ભંગ કરે છે. જેના કારણે અનેક કિસ્સામાં પરિવારજનોને પણ ભોગવવાનું આવે છે. જેથી લોકોને ટફિકના નિયમોનો ભંગ કરનારને ટ્રાફિક અવેરનેસના પ્રોજેક્ટથી સમજાવવામાં આવશે.