અમદાવાદ: શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા બજારોને ખોલ્યા બાદ એકજ કલાકના સમયગાળામાં બંધ કરી દેવામાં આવ્યા હતા. શહેરના માધુપુરા અને કાલુપુર વિસ્તારોમાં આવેલા બજારોને ખોલવા માટે વેપારીઓ તરફથી ભારે માંગ ઉઠી હતી. શહેરની મધ્યમાં આવેલા કાલુપુરની આસપાસ અનાજ,ઘી, ખાંડ, તેલ, પાન મસાલા સહિત અનેક ચીજવસ્તુઓનું જથ્થાબંધ તેમજ છુટક બજાર આવેલું છે. કાલુપુર તેમજ શહેરના મોટાભાગના વિસ્તારો કોરોનાના કારણે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે.
જોકે વેપારીઓ ની માંગણી અને વિનંતી ઓ ને ધ્યાન પર લઇ વહેલી 27 મે, બુધવાર સવારથી જ બજારોને 8 થી 1 સુધી ખોલવાની પરવાનગી આપી દેવામાં આવી હતી.
(પ્રજ્ઞેશ વ્યાસ)