રાજ્યમાં કોરોનાના નવા 376 કેસઃ 23 દર્દીના મોત

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 376 કેસ નોંધાયા છે. જ્યારે 23 દર્દીના મૃત્યુ થયા છે તો 410 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 15205 થઇ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 938 થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 7549 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ બમણા થવાનો સમયગાળો 15 દિવસથી વધીને 24.84 દિવસ થયો છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગતો જોઇએ તો અમદાવાદમાં 256, સુરતમાં 34, વડોદરામાં 29, મહીસાગરમાં 14, વલસાડમાં 10, સુરેન્દ્રનગરમાં 6, ગાંધીનગરમાં 5, નવસારીમાં 4, રાજકોટમાં 3, આણંદ, પાટણ, કચ્છ અને અન્ય રાજ્યમાં 2-2, ભાવનગર, મહેસાણા, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર, પોરબંદર અને અમરેલીમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યના કુલ 15205 પોઝિટિવ કેસોમાંથી 98 વેન્ટિલેટર પર, 6628ની હાલત સ્થિર છે.

ગુજરાતભરમાં અત્યાર સુધી 15205 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં 6720 એક્ટિવ કેસ છે. જેમાંથી 92 દર્દી વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી 7547 લોકો સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે.