ભારતમાં સૌથી મોટી આંતર-રાજ્ય ટ્રાન્સમિશન લાઈન્સ નાખવાનું કામ અદાણી ગ્રુપે પૂરું કર્યું

અમદાવાદઃ ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પાવર ટ્રાન્સમિશન અને રીટેલ વિતરણ કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (એટીએલ)એ દેશમાં 897 સર્કિટ કિ.મી.ની દેશમાં સૌથી મોટી આંતર-રાજ્ય ટ્રાન્સમિશન લાઈન્સ નાખવાનું કામ પૂરું કર્યું છે. અદાણી ગ્રુપની પેટા-કંપની એટીએલની પેટા-કંપની ઘાતમપુર ટ્રાન્સમિશન લિમિટેડ (જીટીએલ)એ ઉત્તર પ્રદેશમાં આ કામગીરી પૂરી કરી છે.

આ પ્રોજેક્ટને પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ અંતર્ગત હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી 35 વર્ષના સમયગાળાને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાના ગ્રાહકોને ટ્રાન્સમિશન સેવાઓ મળતી રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]