‘અભિવ્યક્તિ’ – ધ સિટી આર્ટ પ્રોજેકટના ચતુર્થ દિવસે દર્શકો પર ફેલાવ્યો પોતાનો જાદુ

અમદાવાદ: રજિસ્ટ્રેશન ડેસ્ક પર લાગેલી કિશોરોથી લઈને યુવા અને વડીલોની લાઇન, હકડેઠઠ ભરાયેલું એમ્ફીથિયેટર અને ઓડીટોરીયમ એ ગુજરાતના આર્ટ રસિકો તરફથી ‘અભિવ્યક્તિ’ને મળી રહેલા પ્રેમનું પ્રતિબિંબ છે.

આજની સાંજને અભિવ્યક્તિના પ્રથમ દિવસ જેવો ને જેટલો જ ઉત્સાહ સાંપડ્યો હતો. સાંજની શરૂઆત એક નવા પરિપ્રેક્ષ્ય સાથે થઈ હતી. મહેશ ઘોડેશ્વરે હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી અને નાયિકા મેરિલીન મુનરોના જીવનના વિવિધ સ્ટેજોને એક તમાશા આર્ટીસ્ટ (લાવણી ડાન્સર)ના ઈમેજીનેશન સાથે વણીને ‘મેરિલીન મુનરો ચા તમાશા’ના શીર્ષક સાથે પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું હતું. પરફોર્મન્સમાં મેરિલીન દ્વારા કહેવાયેલા ક્વોટને જોડીને તેની સાથે એક વાર્તાનું નિર્માણ કરીને સ્ટોરી ટેલિંગ, ડાન્સ અને ટેક્નોલોજીકલ મેપિંગનું એક અદભૂત સંયોજન કલાકારે પોતાના પરફોર્મન્સમાં રજૂ કર્યું હતું.

ત્યાર બાદના ડાન્સ પરફોર્મન્સના સ્વરૂપે શીતલ મકવાણાએ નૃત્ય યોગાનો અદભૂત કોન્સેપ્ટ રજૂ કર્યો હતો. સ્કૂલની બાળાઓ દ્વારા પ્રસ્તુત કરાયેલા આ પરફોર્મન્સમાં ભરતનાટ્યમના સારને અકબંધ જાળવી રાખીને તેની સાથે યોગાના સુમેળ સંયોજનનું ફ્યુજન રજૂ કરાયું હતું. જે મૈયાદવ અને કોરાવ્ય દ્વારા સૂર્યનમસ્કાર અને તિલાણાની સાથે અન્ય આસનો જેવા કે હલાસન, નૌકાસાન, ગૌમુખાસન, વૃક્ષાસન, ત્રિકોણાસન, નટરાજ આસન જેવા અન્ય આસનોની સાથે ડાન્સ અને યોગનો સુમધુર નયનરમ્ય સંગમ પ્રસ્તુત કરાયો હતો.

યુવા જનરેશનની સમસ્યાઓ પર રોશની ફેંકતા ભગત ઠાકુર દ્વારા ખૂબ જ ભાવનાત્મક પરફોર્મન્સ પ્રસ્તુતિ તેમના પ્રોડકશન દ્વારા પ્લવ – ધ ફ્લોટ ની પ્રસ્તુતિ કરાઈ હતી. આ પ્રસ્તુતિ એ જીવનના ખરા અર્થને જાણવા નીકળેલા લોકોના જીવનમાં થઈ રહેલી તેમના અસ્તિત્વ અંગેની દ્ધિધાને રજૂ કરી હતી, અને આ સમગ્ર પ્રોસેસમાં આપણે કેવીરીતે વિચલિત થવાનું વલણ ધરાવીએ છીએ તેની ર્રજૂઆત કરી હતી.  આપણે એ બાબતને ક્યારેય નથી જાણતા કે આપણે આપણાં જીવનને કંટ્રોલ કરીએ છીએ કે કશુંક એવું છે જે આપણાં જીવનને કંટ્રોલ કરી રહ્યું છે. કેવી રીતે માણસો વિચારો નથી ધરાવતા પણ વિચારો માણસોને ધરાવે છે. ક્લારી અને પયટ્ટૂની સાથે ભારતીય સમકાલીન તત્વોના સુંદર સંગમ સાથેના ઠાકુરના પરફોર્મન્સે યુવાઓને પોતાના જીવન પર પોતાનો કાબૂ પરત મેળવવા માટેનો એક મજબૂત સંદેશ આપ્યો હતો.

ચોથા દિવસની સાંજ જૈની શાહની પ્રસ્તુતિ ક્રંબસ બાદ વિરામ પામી હતી. ક્રંબ કે જે તાનાશી વિલિયમ્સની ‘ટુ કેરેક્ટર પ્લે’ નું એડપ્ટેશન છે. જેનો પ્લોટ થિયેટર કંપનીના માલિક ભાઈ બહેન પર કેન્દ્રિત છે, જે પોતાના જીવન યાપન માટે નાટકો લખે છે. આ નાટકોની રચના અને તેમના પરફોર્મન્સ તેમને તેમના પાછલા અને વાસ્તવિક જીવનમાંથી બહાર નીકળવાની છટકબારી પૂરી પાડે છે. પરફોર્મન્સ દરમિયાન જ્યારે વાસ્તવિક્તા અને કાલ્પનિકતાની લાઇન ધૂંધળી બનતી જણાય છે ત્યારે સ્ટોરી વધુ રસપ્રદ બનતી જાય છે.

પ્રોડકશન અનકન્વેન્શનલ મ્યુઝિક, પોએટ્રી અને મોમેન્ટ થિયેટરથી ભરચક હતું અને આમ છતાય તેમાં સ્ટોરીટેલિંગને અકબંધ જાળવી રાખવામાં આવી હતું. મગજના તારને ઝણઝણાવી દેતી ભાઈ અને બહેન  – અભય અને અર્પણા વચ્ચેના સિક્રેટ બોન્ડની આ કથા આપણાં સમાજની ઊંડી માનસિકતા અને માનસિક સ્વાસ્થયનો ચિતાર આપે છે.

અભિવ્યક્તિની આ ચોથી એડીશન તારીખ 27 નવેમ્બર 2022 સુધી ચાલશે.

કલા રસિકો ઇવેંટના સ્કેડ્યુલ માટે  www.abhivyaktiart.org પર લૉગઇન કરી શકે છે.