અમદાવાદમાં યોજાઈ અનોખી મોબાઈલ ફોટોગ્રાફી સ્પર્ધા, 150 સ્પર્ધકોએ કરી…

અમદાવાદ- સાબરમતી રિવરફ્રન્ટના ફલાવર પાર્ક ખાતે ‘ઓન ધ સ્પોટ’ નામની એક અનોખી મોબાઈલ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મોબાઈલ ફોટોગ્રાફી સ્પર્ધામાં 150થી વધુ તસવીરકારોએ ભાગ લીધો હતો.

એક કલાક ચાલેલી આ સ્પર્ધામાં તસવીરકારો દ્વારા જૂદી જૂદી વિષય વસ્તુ સાથે ફોટોગ્રાફી કરવામાં આવી હતી.

ફોટોગ્રાફી સ્પર્ધામાં વિજેતાઓને રૂ. 50,000 સુધીનાં ઈનામો આપવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત તમામ સ્પર્ધકોને જ્યુરીના હસ્તાક્ષર કરેલાં પ્રમાણપત્રોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધાની જ્યુરીમાં પ્રસિદ્ધ પ્રોફેશનલ તસવીરકારો પ્રો.પરમાન્દ દલવાડી, પ્રો.મહેન્દ્ર નિકમ, રાધીકા પંડીત અને ભાર્ગવ પંડયાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે શહેરીજનોને વધુ એક નઝરણું મળશે. 8 કરોડના ખર્ચે ફ્લાવર ફાઉન્ટન અને ગાર્ડન તૈયાર થઈ રહ્યો છે. ડફનાળા પાસે રિવરફ્રન્ટ પર 11520 ચોરસ મીટરમાં નિર્માણ થનાર આ ગાર્ડન અને જર્મન ટેકનોલોજી વાળો ફ્લાવર ફાઉન્ટન બાળકોને આનંદની અનુભૂતિ કરાવશે.